એટલા વર્ષોમા એણે ક્યારે માયાનો અનાદર ન્હોતો કર્યો અને ક્યારે પણ એને રડતી મૂકી ઘર ની બહાર ન્હોતો ગયો પણ એણે પોતાને આ બહાનાથી ટેકો આપ્યો કે આ કોઈ નાની વાત ન્હોતી. માયા એ એની સાથે સારું ન્હોતું કર્યું.
પણ રોહનના મનના એક ખૂણામાંથી સતત અવાજ આવી રહ્યો હતો,
“મારી માયા આવું કરી જ ન શકે.”
ઓફિસ પહોંચતા જ, રોહન કોઈને પણ મળ્યા વગર પોતાની કેબિનમાં જઇને બેસી ગયો. થોડીકવાર પછી કોઈ એ દરવાજો ઠોક્યો. રોહન જવાબ આપે એની પેહલા સુરેશ અંદર આવી ગયો.
“Hi.”
રોહનએ એની સામે જોયું પણ નહિ. સુરેશ રોહનનો પાર્ટનર તો હતો જ, સારો મિત્ર પણ હતો. હવામાં મૌન ફેલાય રહ્યું અને સુરેશ સમજી ગયો કે મહારાજનો મૂડ ઓફ છે. એના હાથમાં એક ફાઇલ હતી. મીટીંગ પહેલા એને રોહન સાથે કઈક ચર્ચા કરવી હતી.
ફાઇલ ટેબલ પર મૂકી, સુરેશ ચૂપચાપ રોહનની સામે બેસી ગયો.
મિનિટો પસાર થવા લાગી અને સુરેશ ફક્ત રોહનને જોતો રહ્યો.
રોહનની ધીરજ ખૂટી અને તે ચિડાઈને બોલ્યો.
“શું છે સુરેશ?”
“એ તો મારે પૂછવું જોઈએ.”
“મારા કેબિનમાં તુ આવ્યો છે.” રોહન એ સુરેશ નું ધ્યાન દોર્યું.
“બરાબર. પણ જે કામ માટે હું આવ્યો હતો, તારા મૂડને જોતા લાગતું નથી કે આજે તારાથી કોઈ પણ કામ ઉકલશે.” સુરેશ એ કટાક્ષ કરતાં રોહન સામે આંખ કાઢી.
“પ્લીઝ હમણાં જા અહીંયાથી. મારાથી તને પણ કાઈક બોલાઈ જશે.”
“અચ્છા. તો બીજા કોની શામત આવી આજે?”
રોહન એ ઊંડો શ્વાસ લેતા માથુ હલાવ્યું.
સુરેશને કહેવુ કે નહિ અને અગર કહેવુ તો કેટલું કહેવુ?
(ક્રમશ:)
શમીમ મર્ચન્ટ

















































