આમ, લંકાનું દહન પણ ના કરાય!
ફિંડલું બે પાંચડામાં ના વળાય!
સહેજ રમવા આપવું ‘તું, બુમરાહ!
ટાંટિયા પહેલા જ બોલે ના કપાય!
ભૈ શમી! દરરોજ પંજા ના મરાય!
સ્પિનરો માટેય કંઈ બાકી રખાય!
રોકવા પણ જોઈએ મહેમાનને!
વીસ ઓવરમાં જ ના પાછા કઢાય!
માર મંદીનો એને મારી રહ્યો,
તો, ઉપરથી, આવી રીતે ના મરાય!
કોહલી ભૈ! નક્કી હન્ડ્રેડ આવશે!
આમ, ઉતાવળિયો બની, વિકેટ અપાય!?
‘ટ્વેન્ટી-ટ્વેન્ટી’ જેમ ઝટ પૂરું કર્યું!
‘વન ડે’માં થોડીક તો ‘ધીરજ’ ધરાય!
✍️ ડૉ. ધીરજ એસ. બલદાણિયા,