જોળી માં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર.
એવી જેની જોલીમાં જાગીર
અલખ ઝોળી ને ખલક ખજાનો, જેના હૈયામાં સાચું હીર;
માણેક મોતી જેવા શબ્દ મુખમાં, નયનોમાં વરસે સાચા નીર
એવી જેની જોળી માં જાગીર
વેદ વિવેકને રાખી વચનમાં ભાંગે ભવની ભીડ
દુર્ગુણ દાબી પછી સદ્ ગુણ સરજે, ઘરબી હૈયામાં સાચી ધીર
એવી જેની જોળી માં જાગીર
માયા કાયા નાં પકડી મુદ્દા, જકડીને તોડે ઝંઝીર
ગર્વ ગાળી નવરાવે ગંગાજીમાં, પછી તારે ભવ ગતિ તીર
એવી જેની જોળી માં જાગીર
પાપીને દ્રષ્ટિથી પાવન કરે, પલમાં સ્થાપે પીર
“નટુદાન” કહે નારાયણ પ્રતાપે, ફેરવે લલાટની લકીર
એવી જેની જોળી માં જાગીર