iGujju રિસર્ચ પ્રમાણે ભારતભરમાં જેટલા પણ રાજ્યો છે તે દરેક રાજ્યમાં કેસરનો ઉપયોગ થતો જ હોય છે. મિષ્ટાન્નમાં અથવા દુધમાં નાંખીને આપણે કેસરનું સેવન કરીએ છે. આ ઉપરાંત સુંદરતા વધારવા માટે પણ આપણે કેસરનો ઉપયોગ કરીએ છીએ, પણ શું તમે જાણો છો કેસરના બીજા પણ ઘણા ફાયદા છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
કેસરમાં વિટામિન એ, ફોલિક એસિડ, કેલ્શિયમ, જીંક જેવા ગુણ રહેલા છે જે શરીરને ઘણી બધી બિમારીથી બચાવે છે.
- કેસર શરીરમાં રક્ત પ્રવાહને યોગ્ય રીતે પરિભ્રમણ કરવામાં મદદરૂપ થાય છે અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે જેથી હાર્ટ પ્રોબ્લેમ્સથી બચી શકાય છે.
- કેસરને એક કપ પાણીમાં ઉકાળી લો અને તેમાં મધ નાંખીને રોજ પીવાથી પેટની બિમારી જેમકે અલ્સર, ગેસ, કે એસિડીટીને દુર કરે છે.
- કેસરનું દુધ પીવાથી પિરીયડ્સમાં થનાર તકલીફે દુર થાય છે. સાથે જ પેટનો સોજો અને ચિડીયાપણું દુર થાય છે.
- કેસરમાં રહેલ ન્યૂરોટ્રાંસમીટર ડોપામાઇનને લીધે તે મગજને પ્રભાવિત કરે છે જેના દ્વારા ડિપ્રેશન દુર થાય છે.
- બદલાતી ઋતુમાં અસ્થમાના દર્દીઓને ખૂબ તકલીફ થાય છે, કેસરવાળું દુધ પીવાથી અસ્થમાના રોગમાં રાહત થાય છે.
કેસર એ ફક્ત ચહેરાની સુંદરતા વધારવા માટે જ નહી પરંતુ ઘણી બિમારીઓને દુર કરવા માટેનું રામબાણ ઇલાજ છે.