ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે એટલે દરેક લોકો ફ્રિજનું ઠંડુ પાણી પીવાનું શરૂ કરી દેશે. બહાર ગરમીમાંથી આવીને જો કોઇ ગરમ પાણી આપે તો ગુસ્સો આવી જાય છે કારણકે વધુ પડતી ગરમીમાં લોકો ઠંડુ પાણી પીવાનો આગ્રહ રાખતા હોય છે. ઉનાળામાં ઠંડા પાણીની સાથે સાથે બરફના ગોળા, શેરડીનો રસ, આઇસ્ક્રીમ વગેરે પણ ભરપૂર માત્રામાં ખવાતા હોય છે. ઉનાળામાં સ્વાસ્થ્યને સાચવવું જરૂરી બને છે, સૌથી પહેલા ફ્રિજનું પાણી પીવાનું બંધ કરી દેવું જોઇએ કારણકે ઠંડા પાણીથી ઘણું નકશાન થાય છે.
- ફ્રિજનું પાણી આરોગ્ય માટે સારું નથી કારણકે ફ્રિજમાં પાણી કૃત્રિમ રીતે ઠુંડુ થાય છે, જેથી શરીર માટે તે નુકશાનકારક છે.
- ફ્રિજના ઠંડા પાણીને પીવાથી લાંબા સમયની કબજીયાત થાય છે. આનાથી શરીરની પાચનક્રિયા બગડે છે અને આયુર્વેદમાં કબજીયાતને જ રોગનું મૂળ ગણવામાં આવ્યું છે.
- વધારે ઠંડુ પાણી પીવાથી ગળુ ખરાબ થાય છે, જો તમને ઠંડુ પાણી પીવાની જ ટેવ છે તો તમારુ પાચનતંત્ર ખરાબ થવાની શક્યતા રહેશે.
- ઠંડુ પાણી પીવાથી શરીરની કોશિકાઓ સંકોચાઇ જાય છે અને સ્વાસ્થ્ય બગાડે છે.
- ફ્રિજનું પાણી પીવાથી મોટુ આંતરડુ સંકોચાય છે પરિણામે સવારે પેટ બરાબર સાફ થતુ નથી, અને મળ પેટમાં જ રહી જાય છે, જેનાથી ઘણી તકલીફો થાય છે.
ગરમીને સહન કરતા શીખવું જોઇએ અને માટલાનું પાણી પીવાનો જ આગ્રહ રાખવો જોઇએ જેથી શરીરને નુકશાન કરતા તત્વોથી બચી શકાય. ફ્રિજનું પાણી થોડીવાર માટે તમારી તરસ છીપાવીને રાહત આપે છે પરંતુ લાંબા ગાળાના રોગને નિમંત્રણ પણ આપે છે, માટે શક્ય હોય ત્યાં સુધી ફ્રિજનું ઠંડુ પાણી ન પીવું.