fbpx

ઉનાળા માં કેરી ની ગોટલી ભેગી કરવા નું ભૂલતા નહી

ગુજરાત ની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં - વિટામીન' બી-૧૨'ની ઉણપ હોય છે. તે દૂર કરવામાં 'ગોટલી' મદદરૂપ બની શકે છે....

Read more

સ્ત્રીત્વ વુમેન્સ ક્લબ ધ્વારા 25 મે 2020 ડિસ્કવર યોર ડેસ્ટીની વેબિનાર નું આયોજન

સ્ત્રીત્વ વુમેન્સ ક્લબ ધ્વારા 25 મે 2020 ડિસ્કવર યોર ડેસ્ટીની વેબિનાર નું આયોજન .. સ્ત્રીત્વ વુમેન્સ ક્લબ ધ્વારા ૨૫ મે ૨૦૨૦ સોમવાર ના દિવસે વર્લ્ડ ટેરો કાર્ડ દિવસ ના દિવસે ડિસ્કવર યોર ડેસ્ટીની...

Read more

એ માત્ર સંયોગ હતો કે મને મહાભારતમાં ઉત્તરાનો રોલ મળ્યો: વર્ષા ઉસગાંવકર

ભારતીય ટેલીવિઝનના ઈતિહાસમાં બી. આર. ચોપડાનું મહાભારત સૌથી લોકપ્રિય મહાગાથા રહી છે. આ શોએ આ ઉદ્યોગમાં એક ઝંઝાવાત પેદા કર્યો હતો એટલું જ નહિ, ઘણાં કલાકારોની કારકિર્દી બનાવી હતી અને...

Read more

કામ ન કરે તેને ભોજન નહીં, એ જ પ્રકૃતિનો નિયમ

સનાતન સત્ય તો એ છે કે પ્રકૃતિના તમામ તત્વો સક્રિય છે એટલે જ જીવંત છે, કેમ કે સક્રિયતા એટલે જીવન અને નિષ્ક્રિયતા એટલે મૃત્યુ એ આપણે સૌ જાણીએ છીએ. જીવનની...

Read more

પ્રેમ- love

"પ્યારને પહોંચે ન કોઈ આ જગતનો મહારથી ,સમર્થને પણ સારથી બનવું પડ્યું હતું પ્યારથી". આ પ્રેમ પ્યાર લવ ની વ્યાખ્યા મારે ફિલ્મ આધારિત નથી કરવી. પહેલી નજરનો પ્રેમ ટીનેજર પ્રેમ...

Read more

પ્રધાનમંત્રીનું રાષ્ટ્રને સંબોધન – ગુજરાતી વર્ઝન

તમામ દેશવાસીઓને આદર પૂર્વકના નમસ્કાર, કોરોના સંક્રમણનો સામનો કરતા કરતા વિશ્વને અત્યારે ચાર મહિનાથી વધુ સમય થઇ ગયો છે. આ દરમિયાન તમામ દેશોના 42 લાખથી વધુ લોકો કોરોનાની ચેપગ્રસ્ત બન્યા છે. પોણા ત્રણ લાખથી વધુ લોકોના દુઃખદ અવસાન થયા છે. ભારતમાં પણ લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હું તે તમામની પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. સાથીઓ, એક વાયરસે આખી દુનિયાને ઉથલ પુથલ કરી નાખી છે. આખા વિશ્વમાં કરોડો જિંદગીઓ સંકટનો સામનો કરી રહી છે. આખી દુનિયા જિંદગી બચાવવાના જંગમાં લાગેલી છે. આપણે આવું સંકટ ના તો જોયું છે, ના તો સાંભળ્યું છે. નિશ્ચિતપણે માનવ જાતિ માટે આ બધું જ અકલ્પનીય છે, આ સંકટ અભૂતપૂર્વ છે. પરંતુ થાકવું, હારવું, તૂટી જવું, વિખેરાઈ જવું એ માનવીને મંજૂર નથી. સતર્ક રહીને, આવા જંગના તમામ નિયમોનું પાલન કરીને, હવે આપણે બચવાનું પણ છે અને આગળ પણ વધવાનું છે. આજે જ્યારે દુનિયા સંકટમાં છે ત્યારે આપણે આપણો સંકલ્પ વધુ મજબૂત કરવો પડશે. આપણો સંકલ્પ આ સંકટ કરતા પણ વિરાટ હશે. સાથીઓ,   આપણે ગઈ સદીથી જ સાંભળતા આવ્યા છીએ કે 21મી સદી હિન્દુસ્તાનની છે. આપણને કોરોનાની પહેલાની દુનિયાને, વૈશ્વિક વ્યવસ્થાઓને વિસ્તૃત રીતે જોવા સમજવાનો અવસર મળ્યો છે. કોરોના સંકટ પછી પણ વિશ્વમાં જે સ્થિતિઓ બની રહી છે, તેને પણ આપણે સતત જોઈ રહ્યા છીએ. જ્યારે આપણે આ બંને કાળખંડોને ભારતની દ્રષ્ટિએ જોઈએ છીએ તો લાગે છે કે 21મી સદી ભારતની હોય એ આપણું સપનું નથી પણ તે આપણા સૌની જવાબદારી છે. પરંતુ તેનો માર્ગ કયો હશે? વિશ્વની વર્તમાન પરિસ્થિતિ આપણને શીખવાડે છે કે તેનો માર્ગ એક જ છે - “આત્મનિર્ભર ભારત”. સાથીઓ,   એક રાષ્ટ્રના રૂપમાં આજે આપણે એક મહત્વના પડાવ પર ઉભા છીએ. આટલી મોટી આપત્તિ, ભારત માટે એક સંકેત લઈને આવી છે, એક સંદેશ લઈને આવી છે, એક અવસર લઈને આવી છે. હું એક ઉદાહરણની સાથે મારી વાત રજૂ કરીશ. જ્યારે કોરોના સંકટ શરુ થયું, ત્યારે ભારતમાં એક પણ પીપીઈ કીટ બનતી નહોતી. એન-95 માસ્કનું ભારતમાં નામનું જ ઉત્પાદન થતું હતું. આજે સ્થિતિ એવી છે કે ભારતમાં જ દરરોજ 2 લાખ PPE અને 2 લાખ એન-95 માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. આ આપણે એટલા માટે કરી શક્યા છીએ કારણ કે ભારતે આપત્તિને અવસરમાં પરિવર્તિત કરી દીધી છે. આપત્તિને અવસરમાં બદલવાની ભારતની આ દ્રષ્ટિ, આત્મનિર્ભર ભારતની માટે આપણા સંકલ્પની માટે એટલી જ પ્રભાવક સાબિત થવાની છે. સાથીઓ,   આજે વિશ્વમાં આત્મનિર્ભર શબ્દના આયામો બદલાઈ ગયા છે, ગ્લોબલ વિશ્વમાં આત્મનિર્ભરતાની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. અર્થકેન્દ્રિત વૈશ્વિકરણ વિ માનવ કેન્દ્રિત વૈશ્વિકરણની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. વિશ્વ સમક્ષ ભારતનું મૂળભૂત ચિંતન, આશાની કિરણ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ, ભારતના સંસ્કાર, તે આત્મનિર્ભરતાની વાતો કરે છે જેની આત્મા વસુધૈવ કુટુંબકમ છે. ભારત જ્યારે આત્મનિર્ભરતાની વાત કરે છે તો આત્મકેન્દ્રિત વ્યવસ્થાની વકીલાત નથી કરતું. ભારતની આત્મનિર્ભરતામાં સંસારના સુખ, સહયોગ અને શાંતિની ચિંતા થાય છે. જે સંસ્કૃતિ જય જગતમાં વિશ્વાસ ધરાવતી હોય, જે જીવ માત્રનું કલ્યાણ ઇચ્છતી હોય, જે સંપૂર્ણ વિશ્વને પરિવાર સમજતી હોય, જે પોતાની આસ્થામાં ‘માતા ભૂમિ: પુત્રો અહમ્ પૃથિવ્ય:’ની વિચારધારા ધરાવતી હોય, જે પૃથ્વીને માં માનતી હોય, તે સંસ્કૃતિ, તે ભારતભૂમિ, જ્યારે આત્મનિર્ભર બને છે, ત્યારે તેનાથી એક સુખી સમૃદ્ધ વિશ્વની સંભાવના પણ સુનિશ્ચિત થાય છે. ભારતની પ્રગતિમાં તો હંમેશા વિશ્વની પ્રગતિ સમાહિત રહી જ છે. ભારતના લક્ષ્યોનો પ્રભાવ, ભારતના કાર્યોનો પ્રભાવ, વિશ્વ કલ્યાણ પર પડે છે. જ્યારે ભારત ખુલ્લામાં શૌચથી મુક્ત થાય છે તો દુનિયાનું ચિત્ર બદલાઈ જાય છે. ટીબી હોય, કુપોષણ હોય, પોલિયો હોય, ભારતના અભિયાનોની અસર વિશ્વ ઉપર પડે જ છે. આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ, ગ્લોબલ વોર્મિંગની વિરુદ્ધ ભારતની ભેટ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પહેલ, માનવ જીવનને તણાવથી મુક્તિ અપાવવા માટે ભારતની ભેટ છે. જિંદગી અને મોતની લડાઈ લડી રહેલ દુનિયામાં આજે ભારતની દવાઓ એક નવી આશા લઇને પહોંચી છે. આ પગલાઓ વડે આખી દુનિયામાં ભારતની ખૂબ ખૂબ પ્રશંસા થાય છે તો દરેક ભારતીય ગર્વ કરે છે. દુનિયાને વિશ્વાસ થવા લાગ્યો છે કે ભારત ખૂબ સારું કરી શકે છે, માનવ જાતિના કલ્યાણ માટે ઘણું બધું સારું આપી શકે છે. પ્રશ્ન એ છે કે – આખરે કઈ રીતે? આ સવાલનો પણ જવાબ છે – 130 કરોડ દેશવાસીઓનો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ. સાથીઓ,   આપણો સદીઓનો ગૌરવપૂર્ણ ઈતિહાસ રહ્યો છે. બહ્ર્ત જ્યારે સમૃદ્ધ હતું, સોનેરી પંખી તરીકે ઓળખાતું હતું, સંપન્ન હતું, ત્યારે હંમેશાથી વિશ્વના કલ્યાણની રાહ પર જ ચાલ્યું. સમય બદલાઈ ગયો, દેશ ગુલામીની સાંકળોમાં જકડાઈ ગયો, આપણે વિકાસની માટે ટળવળતા રહ્યા. આજે ભારત વિકાસ તરફ સફળતાપૂર્વક પગલા માંડી રહ્યું છે, ત્યારે પણ વિશ્વ કલ્યાણની રાહ પર અટલ છે. યાદ કરો, આ સદીની શરૂઆતના સમયમાં Y2K સંકટ આવ્યું હતું. ભારતના ટેકનોલોજી નિષ્ણાતોએ વિશ્વને આ સંકટમાંથી બહાર કાઢ્યું હતું. આજે આપણી પાસે સાધન છે, આપણી પાસે સામર્થ્ય છે, આપણી પાસે વિશ્વની સૌથી શ્રેષ્ઠ પ્રતિભા છે, આપણે શ્રેષ્ઠતમ ઉત્પાદનો બનાવીશું, આપણી ગુણવત્તા હજુ વધુ સારી બનાવીશું, પુરવઠા શ્રુંખલાને વધારે આધુનિક બનાવીશું, આ આપણે કરી શકીએ છીએ અને આપણે જરૂરથી કરીશું.   સાથીઓ, મેં મારી સગી આંખે કચ્છ ભૂકંપના તે દિવસો જોયા છે. બધી બાજુએ માત્ર કાટમાળ જ કાટમાળ. બધું જ ધ્વસ્ત થઇ ગયું હતું. એવું લાગતું હતું કે જાણે કચ્છ, મોતની ચાદર ઓઢીને સુઇ ગયું હોય. તે પરિસ્થિતિમાં કોઈ વિચારી પણ નહોતું શકતું કે ક્યારેય હવે પરિસ્થિતિ બદલાઈ શકે છે. પરંતુ જોત જોતામાં કચ્છ ઉઠીને ઉભું થઇ ગયું, કચ્છ ચાલી નીકળ્યું, કચ્છ આગળ નીકળી ગયું. આ જ આપણા ભારતીયોની સંકલ્પશક્તિ છે. આપણે નક્કી કરી લઈએ તો કોઈ લક્ષ્ય અશક્ય નથી, કોઈ રસ્તો મુશ્કેલ નથી. અને આજે તો ઈચ્છા પણ છે અને માર્ગ પણ છે. તે છે ભારતને આત્મનિર્ભર બનાવવાની. ભારતની સંકલ્પશક્તિ એવી છે કે ભારત આત્મનિર્ભર બની શકે છે.   સાથીઓ, આત્મનિર્ભર ભારતની આ ભવ્ય ઈમારત, પાંચ સ્તંભો ઉપર ઉભી થશે. પહેલો સ્તંભ અર્થતંત્ર – એક એવું અર્થતંત્ર કે જે વૃદ્ધિ આધારિત પરિવર્તન નહી પરંતુ હરણફાળ છલાંગ લગાવે. બીજો સ્તંભ ઈન્ફ્રાસ્ટ્રક્ચર – એક એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે જે આધુનિક ભારતની ઓળખ બને. ત્રીજો સ્તંભ – આપણી વ્યવસ્થા – એક એવું તંત્ર કે જે વીતેલી સદીની રીતી નીતિ નહી પરંતુ 21મી સદીના સપનાઓને સાકાર કરનારી ટેકનોલોજી સંચાલિત વ્યવસ્થાઓ પર આધારિત હોય. ચોથો સ્તંભ – આપણી વસ્તી – વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં આપણી ગતિશીલ વસ્તી એ આપણી તાકાત છે, આત્મનિર્ભર ભારતની માટે આપણી ઉર્જાનો સ્ત્રોત છે. પાંચમો સ્તંભ – માંગ – આપણી અર્થવ્યવસ્થામાં માંગ અને પુરવઠાની શ્રુંખલાનું જે ચક્ર છે, જે તાકાત છે, તેને સંપૂર્ણ ક્ષમતા સાથે ઉપયોગમાં લેવાની જરૂર છે.   દેશમાં માંગ વધારવા માટે, માંગને પૂરી કરવા માટે, આપણી પુરવઠા શ્રુંખલાના દરેક હિતધારકનું સશક્ત હોવું ખૂબ જરૂરી છે. આપણી પુરવઠા શ્રુંખલા, આપણી પુરવઠાની તે વ્યવસ્થાને આપણે મજબૂત કરીશું જેમાં મારા દેશની માટીની મહેક હોય, આપણા મજૂરોના પરસેવાની સુગંધ હોય.  ...

Read more

રોગપ્રતિકારક શક્તિની સિલ્વર જ્યુબિલી

કોરોના મહામારી જેવો કપરો સમય હોય કે જીવનના કોઈપણ ક્ષેત્રે સફળતા મેળવવી હોય અથવા મનુષ્ય જીવનના ચાર અગત્યના પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય શારીરિક, માનસિક અને...

Read more

મમ્મી થઇએ પછી મમ્મી સમજાય…

મમ્મી થઇએ પછી મમ્મી સમજાય 😍 મમ્મી, આજે હુંય છું મમ્મી, હુંય કરું છું વ્હાલ મમ્મી,આજે હુંય છું મમ્મી,પૂછું એક સવાલ મમ્મી, તું થાકતી ન્હોતી, કે થાકેલી લાગતી ન્હોતી ?...

Read more

“માં” by “તત્ત્વમ્”

ભારતીય સનાતન પરંપરામાં તહેવારો ઉજવાય છે સંબંધો નહીં. આપણે સંબંધો નિભાવીએ છીએ, સનાતન રીતે. અને એટલે જ હું આજે Mother's Day નિમિત્તે માતાના ગુણગાન ગાવા કે માતા અને પિતાને સરખાવવા...

Read more

મમતાનો સ્પર્શ

માં તારા પ્રેમ ની છાયા સામે આ ચંદ્રની શીતળતાની શું વાત! માં તારા હાથ ના સ્પર્શ સામે આ પુષ્પોની કોમળતાની શું વાત! "માં" શબ્દ આવતા ની સાથે એક વાક્ય તો...

Read more
Page 1 of 22 1 2 22

Weather

Visitor Count:

042016

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!