ઘરે જાતે પીઝા બનાવવા એ એક સ્વાદ અને બચત એમ બન્ને રીતે ફાય્દાજનાક છે, તો ચાલો આજે આપણે શીખીયે આફ્રિકન પીઝા બનાવતા
સામગ્રીઃ
૧ પીઝાનો રોટલો
૨૨૫ ગ્રામ ટામેટો સોસ
૮૫૦ ગ્રામ કાળી અડદ દાળ
૨૪૦ ગ્રામ પાઇનેપલ છુંદેલા
૪ ચમચી લીંબુનો રસ
૨ ચમચી તાજા ધાણા સમારેલા
૧૫૦ ગ્રામ ચીઝ છીણેલું
રીતઃ
૧. ઓવનને ૨૨૫ ડીગ્રીએ ગરમ કરો.
૨. પીઝાના રોટલાને ૫ મિનીટ સુધી ઓવનમાં બેક કરો.
૩. ટામેટાના સોસને તેની પર પાથરો.
૪. તેની પર કાળી અડદની દાળ અને પાઇનેપલને પાથરો.
૫. લીંબુના રસને તેની પર સ્પ્રે કરો.
૬. ધાણા અને ચીઝને સરખા પ્રમાણમાં પાથરો.
૭. ફરી તેને ઓવનમાં મુકી ૧૨ થી ૧૫ મિનીટ અથવા ચીઝ ઓગળે અને રોટલો બદામી રંગનો થાય ત્યાં સુધી બેક કરો.
૮. ગરમાગરમ પીરસો.