ઘરમાં કોઈ પણ વસ્તુ લાવીએ તો તેને પહેલા સાફ કરીને જ આપણે ઉપયોગમાં લઈએ છીએ. ખરું ને? જેમ કે શાકભાજી લાવીએ તો તેને પહેલા ધોઈને સાફ કરીને પછી જ રસોઈના વપરાશમાં લઈએ છીએ. તેવી જ રીતે આપણે બજારમાં થી નવા કપડાં લાવીએ છીએ તો શું એને પણ ધોઈને ઉપયોગમાં લેશું કે નહિ? જરૂર થી એને ધોઈને જ ઉપયોગમાં લેવા પડે.
જયારે પણ તમે કોઈ મોલ કે દુકાન માંથી કપડાંની ખરીદી કરો છો તો તે પહેલા તમે કપડાં ટ્રી કરો છો. ફિટિંગ માં બેસે તો જ તેની ખરીદી કરો છો. તેવી જ રીતે દરેક લોકો તમારી જેમ કપડાને ટ્રાય કરતા જ હશે. તો શું અન્ય અજાણી વ્યક્તિ દ્વારા પહેરાયેલા કપડાં તમે ધોયા વગર પહેરવાનું પસંદ કરશો?
નવા કપડાંમાં બેક્ટેરિયા અને અમુક કલર્સ અથવા વર્ક કરવા વપરાયેલ કેમિકેલ્સ જે શરીર ની ચામડી પાર એલર્જી અથવા ખંજવાળ પણ ઉભી કરી શકે છે. જેથી ભારે અને હેવી કપડાં ડ્રાય કલીનમાં આપવા અને સામાન્ય રૂટિન કપડાં ધોઈને જ પહેરવા।
તો હવે થી ક્યારેય પણ નવા કપડાં ની કે અન્ય કોઈ પણ નવી વસ્તુની ખરીદી કર્યા બાદ તેનો ઉપયોગ કરતા પહેલા વ્યવસ્થિત સાફ કરવાનું આપણે ભુલશું નહિ.