આપણો મોટા ભાગનો સમય ઓફીસ કામ અને ઘરની જવાબદારી વચ્ચે પસાર થતો હોય છે.પરંતુ તે દરેક કાયો પૂર્ણ કરતા આપણા શરીર અને મગજને થાક લાગે છે.શરીરને જો પૂરતો આરામના મળેતો આપણે બીમારીનો સામનો કરવો પડે છે અને જો આપણું મગજ સ્વસ્થ રહે નહી ત્યારે આપણે માનસિક થાક અને ક્યારેક તણાવ અથવા ડીપ્રેશનનો શિકાર બનીએ છીએ.આપણી આ દરેક સમસ્યાનું સમાધાન યોગાસનમાં રહેલું છે.આજે આપણે તનાવમુકત રહેવા માટે કરવામાં આવતું વૃક્ષાસન વિષે વાત કરીશુ.
વૃક્ષાસન નામ સંસ્કૃત શબ્દ વૃક્ષ પરથી લેવામાં આવ્યો છે.જેનો મતલબ વૃક્ષની જેમ મજબૂત રહેવું તેવો થાય છે.વૃક્ષાસનમાં ટ્રીની જેમ ટટ્ટાર ઉભા રહી ઊંડા શ્વાસ ઉચ્છવાસ યોગ્ય રીતે લવેામાં આવે છે.
કેવી રીતે કારશો ?
બંને પગ ભેગા રાખી એકદમ ટટ્ટાર ઉભું રહેવું .ત્યારબાદ જમણા પગને વાળી ડાબા પગની જાંઘ ઉપર રાખો.જે જમણા પગનો અંગુઠો જમીન તરફ રહેવો જરૂરી છે.
હવે બને હાથ ટટ્ટાર કરી ઉંચા કરો અને નમસ્કાર કરતા હોય તેવી રીતે રાખો.હવે તમારા સંપૂર્ણ શરીરને સંતુલીત અને સ્થિર કરવું.બને તેટલું ટટ્ટાર ઉભું રહેવું અને ઊંડા શ્વાસ લેવા.
ત્યારબાદ ધીરેથી ઊંડા શ્વાસ છોડતા તમારો પગ નીચે લાવો અને ત્યારબાદ હાથ નીચે રાખો અને રિલેક્સ થાવ.
તેવી જ રીતે ડાબા પગનું પુનરાવર્તન કરવું.
ફાયદા:
➔ તે ડીપ્રેશન અને તણાવ ઘટાડે છે અને મનને એકાગ્ર રાખવા મદદ કરે છે.
➔ આત્મવિશ્વાસ વધારે છે.
➔ પગ પીઠ અને છાતીના સ્નાયુને મજબૂત કરે છે અને પીડામાં રાહત આપે છે.
➔ પગની ઘૂંટી મજબૂત કરે છે.
ઉપરોક્ત ફાયદા મેળવવા આપણે વૃક્ષાસન નનયનમત કરવું જોઈએ અને તણાવથી દૂર રહેવું