“બેસ“. એણે સોફા તરફ ઈશારો કરી ને કહ્યું..
“હમ્મ“..
“સારું હું કોફી બનાવું છું ત્યાં સુધી તું આને સંભાળ” , હું કઈ કહું એ પહેલાં નાનું ગલુડિયું મારા ખોળામાં મૂકી ને ગઈ…
અને હું કોફી બને ત્યાં સુધી મારા વિચારોને માધ્યમ આંચ પર શેકતો રહ્યો..
“આમ જુએ તો કોફી સારી બનાવે છે તું” કોફીની સિપ લેતા મેં કહ્યું..
“હમ્મ.., i know..”
(આટલો overconfidence.,મને એનામાં નહિ તો કમસે કમ કોફીમાં તો બુરાઈ નિકાળવી હતી,અને હું મનોમન ઉકળી રહ્યો હતો…)
“જો કે તું, કોફી પીવા નહી,મારી સાથે કોઈ વાત કરવા આવ્યો હતો“..
“હા, સાચું કીધું, એ હું કઈક પૂછવા આવ્યો હતો“..
મારી નજર એનાં ઘર ના દરેક ખૂણે ફરી વળી, એક ખૂણામાં પુસ્તકો નું સેલ્ફ હતું, એક ખૂણામાં મોટું એકવેરિયમ હતું જેમાં એક મોટી માછલી કાચ પર મોઢું ચિપકાવી જાણે અમારી સાથે વાત કરવા માંગતી હોય, બે love birds હતાં ખૂણામાં, એકમેકને પ્રેમનો એકરાર કરતાં હોય જાણે, અને પેલું નાનું ગલુડિયું જે એના બેડરૂમમાં અંદર બહાર આવી રહ્યું હતું અને કદાચ એને એમ કરવું ગમતું હતું..
“બોલ“..
એણે મને એના ઘરના ખૂણાઓને ઘુરતા અટકાવી વચ્ચે કહ્યું…
“તું લગ્ન કેમ નથી કરી લેતી?”
“કેમ , તું કોઈનું માંગુ લઈને આવ્યો છે ?” એણે ખડખડાટ હસતા હસતાં કહ્યું…
“ના, હું તો એમ જ કહી રહ્યો હતો, ઠીકઠાક દેખાય છે તું, ભણવાનું પૂરું થઈ ગયું છે, ૨૮ ની થઈ ગઈ છે,job પણ સારી છે તારી બેન્ક માં…હવે લગ્ન કરી લેવા જોઈએ તારે..”
આમ જોવા જઈએ તો ઠીકઠાક નો મતલબ ખબર નહી શુ હતો ત્યારે કારણકે ૧૦ મિનિટ થી હું દુનિયાની સૌથી ખુબસુરત છોકરી સાથે હતો , ગુલાબી કલરની શોર્ટ અને ઓરેન્જ કલરના “Nothing stands between a girl and her COFFEE” વાળા સ્લોગનના ટોપમાં એ એકદમ candy crush જેટલી crush થઈ ચૂકી હતી મારી…
(ક્રમશ:)


















































