ઇટલીમાં એક 93 વર્ષના વૃદ્ધને હોસ્પિટલમાંથી સાજા થયા બાદ રજા મળી. ડિસ્ચાર્જ વખતે એમને એક દિવસના વેન્ટિલેટરનો ચાર્જ ચૂકવવા કહેવામાં આવ્યું. અને એ વૃદ્ધ રડી પડ્યા. ડૉકટરે એમને આશ્વાસન આપીને શાંત થવા સમજાવ્યા.
એ પછી એ વૃદ્ધે જે કહ્યું એ સાંભળીને સામે ઉભેલા ડૉકટર્સની આંખો પણ ભીની થઇ ગઇ.
એ વૃદ્ધે શું કહ્યું હતું? એમણે કહ્યું, “ના.. હું મારે ચૂકવવાની થતી રકમના કારણે નથી રડી રહ્યો. એ તો હું આજે જ ભરી દેવા સક્ષમ છું. મારા રડવાનું કારણ બીજું છે. જીવતા રહેવા માટે માત્ર એક જ દિવસ તમારી હોસ્પિટલમાં વેન્ટિલેટર વાપરવા માટે મારે અમુક હજાર યુરો ચૂકવવાના થશે. પણ છેલ્લા 93 વર્ષ સુધી હું ઈશ્વરે આપેલી હવા શ્વાસમાં લઈને જીવ્યો. એના માટે મારે કોઈ જ રકમ કે વળતર ચૂકવવું નહોતું પડ્યું. આજે મને ખબર પડી કે મારા પર ઈશ્વરનું કેટલું ઋણ છે. મેં આ પહેલાં ક્યારેય એના માટે ઈશ્વરનો આભાર નહોતો માન્યો. એટલે મને રડવું આવ્યું.”


















































