ગુરુવારે ભાજપના નેતા કેશુભાઇ પટેલનું નિધન થયું છે. તેમને સવારે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને તેથી તેમને અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં તેમનું નિધન થયું. તેમનો જન્મ 1928માં થયો હતો અને તેમને કોરોના પણ થયો હતો.
સપ્ટેમ્બર 2020માં તેમણે ખબર પડી કે તે કોરોના પોઝિટિવ છે. તેમના મૃત્યુ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાનું દર્દ બતાવ્યું હતું અને કહ્યું હતું કે તેઓ દુખી છે. તેમણે ઉમેર્યું કે તે એક ઉત્તમ નેતા હતા.
તે હંમેશાં લાંબા સમય સુધી આપણી યાદમાં રહેશે. આપણે પ્રાર્થના કરીશું કે તેમની આત્માને શાંતિ મળે.
ખુશી ક્યાં મળે છે?
ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...


















































