આપણાં જીવન માં ત્રણ તબક્કામાં જીવન જીવવાનું હોય છે : પ્રથમ બચપન, બીજુ યુવાવસ્થા અને ત્રીજું ઘડપણ વૃધ્ધાવસ્થા… જે અકારું છે. સવાર બપોર સાંજ રાતની જેમ…
અહીં મારી રચના મુકું છું
ઘડપણ આવ્યું ને આશા કરે હલકારા.
ઊંબર ડુંગરા થયાને સૂના થયાં મલકારા.
મનપંખીડાં ઊડી ગયાં ને રહ્યાં હવે અણસારા.
અંગ ઓજશ આળાં ને આંખે થયા અંધારા.
સ્નેહ સંબંધો દૂર થયાં ને આવ્યા દિન ગોઝારા.
ભાવ નાં ભોજન ગયાં હવે
તો માંગ્યે મળે ખોંખારા.
દીકરી ને જમાઈ લઈ ગયાં ને
દીકરા વહુનાં ધૂતારા.
એક માત તાત સૌને રાખે પણ એને ના ઉતારા.
એક વાત વાદ બને ને બીજી
વાતે એ બિચ્ચારા.
ઊંચી મહોલાતે પૂરાતાં એતો થાતાં નોંધારા.
ઓશિયાળું જીવન આપે આંસુ ખારાં.
જીવતું હાડપિંજર રોજ રડતું રાખે હૈયે લારાં.
આજકાલ કરતાં કરતાં થાશે મારાં એ પ્યારાં
પણ હાય… કરમ ભાગ ફૂટ્યા નેમી થયાં નઠારાં.
ઘરડાં ઘરમાં મૂકી આવી ભણી ગયાં પોબારા.
મન પંખીડા ઊડી ગયાં ને રહ્યાં હવે અણસારાં…
➖➖➖➖➖
આ વલોપાત ઘડપણનાં કહ્યાં પણ હવે મારે કહેવું છે આ વૃધ્ધત્વને સોનેરી રંગીન બનાવી માણવાની વાત કરું. વૃધ્ધત્વ કોઈને ગમતું નથી. ખુદ જાતને ન ગમે તો ઘરનાં નાનાં એ યુવા વર્ગ ને એ ક્યાં થી ગમે? પણ મરણ પણ ક્યાં ગમે છે? મરવાની જૂઠી વાતો કરીએ પણ જરા બિમાર થતાં દવા લઇ સારાં થઈ જવા માંગીએ છીએ.. પણ મળેલાં જીવનનાં હર એક તબક્કા ને જાણતાં માણતાં શીખવું જોઈએ.. વૃધ્ધ જનો પાસે ઘણાં અનુભવ નો ખજાનો હોય છે જે યુવા વર્ગ એમને સમજે તો તેઓ… સાચું સચોટ જ્ઞાન અનુભવ મેળવી શકાયછે… માન આપતાં માન મેળવી શકાય.. એમ.. બને. દરમાં બેસી રહી ઐઈની નજર માં ખટકો એવા ન બનો… વૃધ્ધો મળેલા સમયને પોતાને ગમતી પ્રવૃત્તિમાં રસ લઈ આંખનો ખટકો ન થતાં પોતાની જાતને પ્રવૃત્તિ વેગ આપવો જોઈએ. કોઈને તનથી તો કોઇને મન થી કે ધન થી સેવા ભાવમાં મન પરોવવું. પોતાનાં જેવડાં જ મિત્રો બનાવી બાગ બગીચા માં જવું હરવા ફરવા પ્રવાસ કાર્યક્રમ કરવો.. વાંચન લેખનમાં રસ લેવો.. યોગ વ્યાયામ કરવાં, બાગ બગીચામાં ભેગાં થઈ કોઈ દુખીયાનાં દુખ હરવા. હરેક માનવમાં કોઈ વિશેષ ગુણ હોય જ, એને સમજી આગળ વધવું અહી પૈસા કમાવા કરતાં વધુ આનંદ ની વાત છે.. એકબીજાને મદદરૂપ થવું… ભજન કિર્તન કે કોઈ પ્રકારનાં કામોમાં ધ્યાન લઈ, આનંદથી જીવનમાં ફરી વસંત જેવું વર્તાય છે. જે તમને સમય ન મળતાં ન થયું હોય એ આ સોનેરી મળેલાં સમય ને માણવો.. જેથી નિજાનંદ મળે.. કાર્યશીલ
રહી રોગ થી દૂર રહી શકાય… દુખીયાનાં દુઃખ દૂર કરી શકાય….. આમ ઘરમાં રહી નડ્યા કરતાં વૃધ્ધા વસ્થા ને સોનેરી બનાવી જીવન સંધ્યા ને માણતાં… જે આનંદ પામશો ત્યાં રંજ નહી રહે.. તો આવો મિત્રો આપણે સૌ ભેગાં મળી સોનેરી વૃધ્ધા વસ્થા ને ઉજવીએ આવકારી નિવૃત્તિ માં મનગમતી પ્રવૃતિ ને અપનાવી સાથી ઓ સંગે રહેલા શેષ જીવનને મરણ ની રાહ જોતાં રડીને નહીં પણ હસી ખુશી થી મનાવીએ…
અસ્તુ…


















































