ફકીરમાં માણસાઈ કૂટીકૂટીને ભરી હતી. ,”બેટા સીતા, તુજે કોઈ લેને આયા થા?” પણ સીતા હજી ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. માંડ એણે એના ખોળામાં બેસાડીને શાંત કરી અને ધીમે ધીમે સીતા એની સાથે રમવા લાગી.
રામની લીલા જ ગણો, કે થોડીવારમાં સીતા અને ફકીર વચ્ચે લાગણી બંધાઈ ગઈ. સીતાને એવું જ વાત્સલ્ય મળી ગયું હતું જેવું એને ઘર સળગતા પહેલા મળ્યું હશે. પણ આ તો અસમંજસ થઈ ગયું છે ફકીર માટે! જાય તો જાય ક્યાં??
સીતાને એક જગ્યાએ બેસાડી. એની ઝોળીમાંથી થોડું પાણી અને રોટલો ખવડાવ્યો પછી બોલ્યો, “તેરે પરિવાર કો લે કે આતા હુ.” ત્યાં જ મગજમાં આચકો લાગ્યો કે એનું જે કોઈ પણ હશે, ભસ્મ થઈ ગયું છે. તો પણ ખબર નહિ કોની શોધમાં નીકળી ગયો, ખબર નહિ કઈ દિશા, કયું ઘર, ક્યાં લોકોને કહેવું.
હરતો ફરતો પહોંચ્યો એના કબીલામાં જ્યાં એ ફરતો રહેતો, “કિસી કી લડકી ખોયી હૈ ક્યા? ૨ સાલ કી લગતી હૈ, કિસકી લડકી ખો ગઈ ક્યાં?” એમ રટણ કરતો આખા વિસ્તારમાં ફરતો રહ્યો. પણ ધુની ફકીરની વાત કોઇ માને ખરી?
ત્યાં કોઈ એનો પીછો કરતો જણાયું એટલે ફટ દઈને પલટી ગયો જોયું તો એક તગડો ધનવાન દેખાતો યુવક હતો, પણ મોઢા પર નિરાશા દેખાતી હતી, “બાબા, કહા હૈ ખોઈ હુઈ લડકી? હા, મેરી બેટી ખો ગઈ હૈ!”
“કહા સે આયે હો?”
“મે ફૌજી હું બાબા, મે ૨ સાલ બાદ મેરે ઘરવાલો સે મિલને આયા થા, યહાં દેખા તો ….. ” ગળે ડૂમો ભરાઈ ગયો, છતાં હિંમત કરીને બોલ્યો, “મેરે ઘરવાલે અબ નહિ રહે, પર મેને મેરી બેટી કો આજ તક નહિ દેખા ઓર ના હી ઉસકી લાશ….વો કહા હૈ?”
ફકીરને હવે થોડી રાહત થઈ, “તુમ ખુદા કે તૌફે કો સંભાલ પાઓગે?”
“બડી મન્નતે માંગી થી બેટી કે લિયે, વો મેરા ખુદા હીઁ હૈ.”
ફકીરને તો બાપ દીકરીને મેળવવાની તાલાવેલી લાગી હતી. એ દોડીને એને પેલા તૂટેલા ઘરમાં લઈ ગયો.
“સીતા… ઓ સીતા, દેખો તુમ્હે લેને કોઈ આયા હૈ!”
ફૌજી એ પણ એને સાદ આપ્યો,”સીતા… દેખો મે આયા હું તુજે લેને.” ફકીર તો આંખો પહોળી કરીને જોતો જ રહ્યો. ફૌજી ની આંખ માં પિતૃ વાત્સલ્યનો દરિયો દેખાતો હતો.
બન્ને એ આખા ઘરને ફેંદી વાળ્યું, પણ કોઈ ના દેખાયું,
“બાબા તુમ સનકી હો, યહાં કોઈ નહિ હૈ.”
“અરે મેને ઉસકો ખીલાયા હૈ, ખેલા હું મે ઉસ્કે સાથ“
“મુજે તો કોઈ નહિ દીખ રહા.”
બેય માં આમ જ રકજક ચાલતી રહી અને તૂટેલા ઘરને ઝીણવપૂર્વક જોઈ લીધું. પણ સીતા તો ગાયબ જ હતી.
છેલ્લે છેલ્લે ફૌજી ઘરની પાછળના ભાગે આવેલી જગ્યા જોવા ગયો. ત્યાં જોયું તો કાપો તો લોહી ન નીકળે એવું દૃશ્ય. કોઈના બે પગ ઝાડ પર ઊંધા લટકાવેલા હતા અને લાગતું હતું બાળક.
“બાબા, યે પહેલે યહાં થા?”
ફકીર તો સીતાને જોતા જ ઓળખી ગયો.
“યા અલ્લાહ, તું અબ ભી કયું ખફા હૈ.”
– વેદિકા શાહ


















































