લગાગાગા /4
સમય ને ઓળખી ચાલો,
સફળ થાશો જરુર ચાલે.
વિષયને પારખી વ્હાલો
સફળ થાશો જરુર વ્હાલે.
ભરી ડગ ના વળો પાછાં,
ડગી જાતાંનહીં ભાવે,
ડગરને જાળવી જાણો,
સફળ થાશો જરુર જાણે.
દિપક પ્રગટાવજો જાતે,
તમશ ભાવો વળી જાશે,
ઝગમગી જાણજો ભાતો,
સફળ થાશો જરુર ભાતે.
કરી લો નામનાં કામો,
રટીલો હામથી રામે..
થનગની નાણજો માપો,
સફળ થાશો જરુર માપે
સફળતાનાં શિખર પર થી,
હરીફો કોકિલા જોતી..
અણગમા આતમે ઢાંકો..
સફળ થાશો જરુર ઢાંક્યે..


















































