કનકપુર નામનું ગામ હતું. એ ગામમાં વિવિધ જાતિના લોકો રહેતા હતા લોકો એકબીજાને મદદરૂપ પણ થતા હતા. એ ગામમાં શૂરવીર નામનો એક પરિવાર સાથે રહેતો હતો. એ પરિવારમાં કમુબહેન અને એમની દીકરી ટીના હતી. બીજું કોઈ પણ એ પરિવારમાં ન હતું. તે પરિવાર ખૂબ જ સુખી હતો પરંતુ તે પરિવારને વારસાગત મિલકતમાં તેમને જમીન, ખેતર, પ્રાચીન કલાત્મક મૂર્તિઓ, પહેલાના સમયના દાગીના પણ તેમના પૂર્વજો તરફથી વારસગત મળ્યા હતા.
શૂરવીર પરિવારની પ્રતિષ્ઠા ખૂબ જ હતી પરંતુ કહેવાય છે કે સુખ પછી દુઃખ આવે છે અને એ પરિવાર ઉપર એકાએક આભ તૂટી પડે છે અને તેમની દીકરી ટીનાની તબિયત બહુ જ બગડે છે અને કમુબહેન ની એકની એક દીકરી હોવાથી તેની સારી સારવાર કરાવે છે પરંતુ ઈશ્વર ની આગળ કોઈનું ચાલી શકે તેમ નથી અને થોડાક સમય બાદ કમુબહેનની દીકરી ટીના મુત્યુ પામે છે.
કમુ બહેનની દીકરી ટીનાનું અવસાન થયા બાદ તેઓ એકલા થઈ જાય છે અને તેઓ કામકાજમાં પોતાનો સમય પસાર કરે છે.
એક સમય કમુબહેન ઘરમાં એકલા બેઠા હતા ત્યારે તેમના મનમાં એક વિચાર આવે છે કે આ સંસારમાં હું એકલી છું અને મારું મૃત્યુ થશે તો આ વારસાગત મિલકત નું શું થશે એમ તે વિચારી સુઈ જાય છે.
સવાર થાય છે અને તે સમય દરમિયાન કમુ બહેનને વિચાર આવે છે કે આર્થિક રીતે આ ગામમાં સુખ સુવિધાનો અભાવ છે આથી વારસાગત મળેલી મિલકતને હું ગામમાં સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે ઉપયોગ કરીશ. કમુ બહેને લીધેલા નિર્ણય બાદ તેમણે ગામમાં પાકા રસ્તાઓ નું બાંધકામ કરાવ્યું, ગામમાં પાણીની અસુવિધા હતી તો તેઓ એ તળાવ બંધાવ્યું. ગામની દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે શાળાનું બાંધકામ કરાવ્યું .કમુબહેનને વારસાગત મળેલા દાગીનાને તેમને ગામની દિકરીઓના લગ્નમાં ભેટ આપ્યા અને ત્યાર પછી કમુબહેન પ્રભુ ભક્તિમાં પોતાનું જીવન વિતાવવા લાગ્યા.
આમ કમુબહેનને મળેલી વારસાગત મિલકત નો તેઓએ સદુપયોગ કર્યો.
ખુશી ક્યાં મળે છે?
ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...


















































