ફોનમાં વાત કરતાં કરતાં તેના માતાપિતાની લાડલી અને એકમાત્ર સંતાન છાયા ગભરાઈ ગઈ ને રડવા લાગી, ત્યાં જ તેમના પતિએ અવાજ કર્યો “મારી ટાઈ ક્યાં છે? (પતિનો અવાજ સાંભળતાં જ ફોન હાથમાંથી પડી ગયો) આજે ઓફિસ વહેલાં પહોંચવાનું છે.”
દોડીને ફટાફટ ટાઈ ગોતી આપી, તેમના પતિના ગુસ્સાના ડરથી તેના હાથ કાપતાં હતાં.
ઉમંગ મોબાઈલમાં વાત કરતા જલદીમાં ટિફીન ભૂલી ગયા.
ઓફિસમાં ટિફીન આપવાં પહોંચી તો ખબર પડી કે ઉમંગ તો ઓફિસે આવ્યાં જ નથી તેમના સગા હોસ્પિટલમાં છે જેથી હોસ્પિટલ ગયા છે.
જ્યારે હોસ્પિટલમા છાયા પહોંચી ત્યાં સામે તેમનાં મમ્મીનો હાથ પકડેલ ઉમંગ. આ જોઈ જાણે એની આંખના આંસુ આંખોથી દૂર થવાની રાહ જ જોતા હોય એમ પલકારો ના પાડે એ પહેલા તેની આંખો રડી પડી.


















































