બે જણે આખરે દવા પીધી….
ક્યાં સુધી કરગરે; દવા પીધી, બે જણે આખરે દવા પીધી. ના ખૂણેખાંચરે ગયાં બન્ને, જઇ ખુલા ખેતરે દવા પીધી. ભીંત ...
ક્યાં સુધી કરગરે; દવા પીધી, બે જણે આખરે દવા પીધી. ના ખૂણેખાંચરે ગયાં બન્ને, જઇ ખુલા ખેતરે દવા પીધી. ભીંત ...
14000 કરોડના રાહત પેકેજની જાહેરાત CM રૂપાણીએ રાહત પેકેજની કરી જાહેરાત 100 યુનિટ વીજબિલ માફ કરવામાં આવશે 92 લાખ વીજ ...
ગુજરાતમાં અનલોક-1 સોમવારથી અમલ કરાશે રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશેઃ CM હવે સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ...
મુખ્ય વિશેષતાઓ કોલસા ક્ષેત્રમાં વાણિજ્યક ખનન પદ્ધતિ રજૂ કરાઇ કોલસા ક્ષેત્રમાં વૈવિધ્યસભર તકો કોલસા ક્ષેત્રમાં વધુ ઉદાર કરેલી શાસન વ્યવસ્થા ખનન ક્ષેત્રમાં ખાનગી રોકાણો અને ખાનગી સુધારાઓનો વધારો સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતામાં વધારો સંરક્ષણ ઉત્પાદનમાં નીતિગત સુધારાઓ નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે કાર્યક્ષમ એરસ્પેસ પ્રબંધન PPP થકી વધારે વિશ્વ-સ્તરીય હવાઇ મથકો ભારત એરક્રાફ્ટ સારસંભાળ, રિપેર અને મરામત (MRO)નું વૈશ્વિક કેન્દ્ર બનશે પાવર સેક્ટરમાં ટેરિફ પોલિસીનો સુધારો; કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિતરણનું ખાનગીકરણ સામાજિક ક્ષેત્રમાં નવીન વાયેબિલિટી ગેપ ફંડિગ યોજના દ્વારા ખાનગી ક્ષેત્રના રોકાણમાં ઝડપી વધારો અવકાશ પ્રવૃતિઓમાં ખાનગી ભાગીદારીમાં ઝડપી વધારો અણુ ઉર્જા ક્ષેત્રમાં સુધારાઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 12મી મે, 2020ના રોજ ભારતના GDPના 10% બરાબર રૂ.20 લાખ કરોડના વિશેષ આર્થિક અને સર્વગ્રાહી પેકેજની જાહેરાત કરી હતી. આ સમયે તેમને આત્મનિર્ભર ભારત અભિયાન અંગે સ્પષ્ટ હાકલ કરી હતી. તેમણે આત્મનિર્ભર ભારતના પાંચ પાયા તરીકે - અર્થતંત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યવસ્થા, વૈવિધ્યપૂર્ણ ભૌગોલિકતા અને માંગને રેખાંકિત કર્યા હતા. પત્રકાર પરિષદના પ્રારંભિક વ્યક્તવ્યમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન શ્રી નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે આજની પત્રકાર પરિષદનું મુખ્ય કેન્દ્રબિંદુ માળખાકીય સુધારાઓ છે. તેમણે જણાવ્યું હતું કે અનેક ક્ષેત્રોને નીતિગત સરળીકરણની આવશ્યકતા છે. ક્ષેત્રો શું પ્રદાન કરી શકે છે, પ્રવૃતિમાં ભાગીદારી અને પારદર્શિતા લાવવા માટે લોકોને સમજણ પુરી પાડવા તેમને સરળ બનાવવા આવશ્યક છે. નાણાં મંત્રીએ ઉમેર્યુ હતું કે જો એક વખત આપણે ક્ષેત્રોની જટિલતા દૂર કરીએ તો તેની સાથે જ તેમના વિકાસ માટે ગતિ પુરી પાડી શકીએ છીએ. લોકોને સીધા નાણાં આપવા માટે સીધા લાભ હસ્તાંતરણ, એક રાષ્ટ્ર - એક બજારની પરિકલ્પના માટે રજૂ કરાયેલો GST, નાદારીની સમસ્યાઓના નિરાકરણ માટે નાદારી અને દેવાદાર કાયદો (IBC) અને વ્યવસાય કરવામાં સરળતા માટે લેવાયેલાં પગલાં જેવા રજૂ કરાયેલા સુધારાઓનો ઉલ્લેખ કરતાં નાણાં મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગાઢ સર્વાંગી સુધારાઓ હાથ ધરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ખૂબ જ મજબૂત છબી ધરાવે છે. પોતાની પત્રકાર પરિષદ દરમિયાન શ્રીમતિ સિતારમણે ફાસ્ટ ટ્રેક રોકાણ માટે નીતિગત સુધારાઓ માટે જરૂરિયાત અને આ સંદર્ભમાં સરકાર દ્વારા લેવાયેલા પગલાંઓને ભારપૂર્વક રેખાંકિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સચિવોના સશક્ત સમૂહ દ્વારા મંજૂરીની ઝડપી પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે અને રોકાણપાત્ર પ્રોજેક્ટ અને રોકાણકારો અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો વચ્ચે સંકલન સાધવા માટે દરેક મંત્રાલયમાં પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સેલની સ્થાપના કરવામાં આવશે. ...
ગુજરાતી ન્યૂઝ ચેનલ ઉપર... સહુથી વધુ ત્રાસ થાય છે બે લાઇનના સમાચારને લાંબા કરવા ફરી ફરીને સાંભળવાનો અને શબ્દોનાં અર્થહીન ...
દેશમાં 20 કરોડથી વધુ પરિવારોને 1 કી.ગ્રા. દાળનું વિતરણ કરવા માટે જંગી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ કામગીરી માટે દાળની હેરફેર અને પિલાણની કામગીરી શરૂ થઈ ગઈ છે. હાલના કટોકટીના સમયમાં લોકોની પ્રોટીનની જરૂરિયાત પૂરી પાડવા માટે કેન્દ્ર સરકારે 1 કી.ગ્રા પિલાણ કરેલી અને સાફ કરેલી દાળ દરેક એનએફએફએસ પરિવારને 3 માસ સુધી પહોંચાડવા માટે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન આયોજન (પીએજીકેએવાય) કર્યું છે. નાફેડ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ યોજનાને કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. આ કામગીરીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ગોડાઉનોમાંથી પિલાણ નહીં થયેલું કઠોળ ઉપાડવું અને તેનુ પિલાણ કરી એફએસએસએઆઈના ગુણવત્તાના ધોરણો મુજબ સફાઈ કરી રાજ્યોને પહોંચાડવાની કામગીરીનો સમાવેશ થાય છે. તે પછી આ પિલાણ કરેલી દાળ રાજ્ય સરકારોના ગોદામોમાં લઈ જવામાં આવે છે અને ત્યાર પછી સસ્તા અનાજની દુકાનોએથી તેનું વિતરણ કરવામાં આવે છે. નાફેડ દ્વારા મિલરોની પસંદગી ઓનલાઈન હરાજી, આઉટ ટર્ન રેશિયો (ઓટીઆર) બીડ મારફતે કરવામાં આવે છે. ઓટીઆર બીડીંગમાં મિલરોની પેનલ નક્કી કરવામાં આવી હોય છે, જે દરેક પિલાણ વગરના કઠોળમાંથી ક્વિન્ટ દીઠ કેટલી દાળ પ્રાપ્ત થશે તેનો જથ્થો અને ખર્ચ જણાવે છે. આ ઉપરાંત સફાઈ, પિલાણ, પેકીંગ, લાવવા- લઈ જવા માટેની પરિવહન વિગતને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. 50 કી.ગ્રા.ના કોથળાઓમાં પેકીંગ કરવામાં આવે છે. મિલરોને કોઈ પિલાણ ચાર્જ ચૂકવવામાં આવતો નથી. મિલરોને જૂથમાં વહેંચવામાં આવે છે. જે રાજ્યોમાં કઠોળનું ઉત્પાદન થતું હોય તે રાજ્યોમાં ઉપલબ્ધ કાચા માલ અને મિલરોને અગ્રતા આપવામાં આવે છે અને કેન્દ્ર સરકાર વિતરણના ખર્ચ ઉપરાંત રેશન શોપના વિવિધ ખર્ચા ભોગવે છે. અનાજ કઠોળના હેરફેર માટેની આ કામગીરીનો વ્યાપ એટલો મોટો અને સંકુલ પ્રકારનો છે કે દરેક કી.ગ્રા. દાળ ઓછામાં ઓછા ત્રણ તબક્કામાંથી પસાર થાય છે. (કેટલાક કિસ્સામાં 4 તબક્કા હોય છે). ટ્રક મારફતે અનેક વખત લોડીંગ- અનલોડીંગ કરવું પડે છે. લાંબા અંતરે દાળ મોકલવાની હોય ત્યારે ગુડ્ઝ ટ્રેનનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં રોડ માર્ગે પરિવહન કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં આશરે 8.5 લાખ મે.ટન પિલાણ નહીં કરાયેલા જથ્થાની હેરફેર કરવામાં આવે છે અને આશરે 5.88 લાખ મે.ટન પિલાણ કરેલી સ્વચ્છ દાળનું લોકોને વિતરણ કરવામાં આવે છે. સરકારે આ યોજના હેઠળ દેશભરમાં આવેલા નાફેડના આશરે 150 ગોદામોમાં પડેલી દાળનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. દેશની આશરે 100 જેટલી દાળ મિલો અત્યાર સુધી નાફેડ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીમાં જોડઈ છે. દર મહિને સસ્તા અનાજની દુકાનો મારફતે એનએફએસએ પરિવારોને 1.96 લાખ મે.ટન દાળનું વિતરણ કરવામાં આવે છે. આશરે ત્રણ ચતુર્થાંશ જેટલી પિલાણ કરેલી અને સફાઈ કરેલી (1.45 લાખ મે.ટનથી વધુ) દાળ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ઓફર કરવામાં આવી છે. કેટલીક રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો તેમના પ્રદેશમાં દાળની મિલો ધરાવતી નથી તેમને પિલાણ કરેલી દાળ જાતે ઉપાડી લેવા અને પ્રક્રિયાને વેગ આપવા જણાવ્યું છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ તેમની માસિક જરૂરિયાતનો એક તૃતિયાંશ જથ્થો ઉપાડ્યો છે અને 17 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ જથ્થો પહોંચી ગયો છે, જેમાં આંધ્ર પ્રદેશ, આસામ, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, આંદામાન, ચંદીગઢ, ઓડીશા, તામિલનાડુ અને તેલંગણાએ વિતરણની કામગીરીનો પ્રારંભ કર્યો છે. કેટલાક અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ મે માસના પ્રથમ સપ્તાહમાં જ અનાજની સાથે સાથે દાળનું વિતરણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રક્રિયામાં સોશ્યલ ડીસ્ટન્સીંગ અને જાહેર સલામતિનું ધ્યાન રાખવામાં આવશે. આજની તારીખે આશરે 30 હજાર મે.ટન દાળનું વિતરણ કરવામાં આવ્યું છે, પરંતુ મે માસના પ્રથમ સપ્તાહમાં આ કામગીરીને વેગ મળશે. ઘણાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો કે જે નાના છે અને તેમાં આંદામાન, ચંદીગઢ, દાદરાનગર હવેલી, ગોવા, લદાખ, પોંડીચેરી, લક્ષદીપ અને પંજાબને પણ એક સાથે ત્રણ માસનો પિલાણ કરેલો અને સાફ કરેલો જથ્થો પૂરો પાડવામાં આવશે. ગ્રાહક બાબતોના વિભાગે ખેતી અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની સહાયથી અધિકારીઓના 5 જૂથોની રચના કરી છે, જેનું નેતૃત્વ સંયુક્ત સચિવ સંભાળે છે અને રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, નાફેડ, દાળ મિલો અને વેરહાઉસીંગ કોર્પોરેશનો સાથે સંકલન કરે છે. કૃષિ વિભાગના સચિવ અને ગ્રાહક બાબતોના વિભાગના સચિવ સંયુક્તપણે રોજે રોજ આ કામગીરીની સમિક્ષા કરે છે અને ક્ષેત્રિય સ્તરે જો કોઈ અવરોધ હોય તો તેનો નિકાલ કરે છે. કેબિનેટ સચિવ વ્યક્તિગત રીતે રોજે રોજ થતી વિતરણ કામગીરીની સમિક્ષા કરે છે. દાળનું આટલું મોટું જંગી વિતરણ ગ્રાહક બાબતોના વિભાગે સૌ પ્રથમ વખત હાથ ધર્યું છે. આ કામગીરીમાં આશરે બે લાખ જેટલી ટ્રકના ફેરાનો સમાવેશ થશે અને માલ ભરવા તથા ખાલી કરવાની કામગીરીમાં 4 સપ્તાહ કરતાં વધુ સમય લાગશે. સામાન્ય સંજોગોમાં આ કામગીરીને મહત્વાકાંક્ષી ગણવામાં આવે છે, પણ ઘણી બધી દાળ મિલો અને ગોડાઉનો હોટસ્પોટસ વિસ્તારમાં આવેલા હોવાથી લૉકડાઉનના સમયમાં આ કામગીરી પડકારરૂપ બની રહી છે. આવા વિસ્તારોમાં કામગીરીમાં સલામતિ જાળવવાનું ખૂબ જ મહત્વનું છે. આવા વિસ્તારોમાં લોડીંગ અને અન-લોડીંગ માટે ટ્રક્સ અને મજૂરોની ઉપલબ્ધિ પણ એક સમસ્યારૂપ બાબત બની ગઈ છે. મોટા ભાગના લાભાર્થીઓને એપ્રિલની અંદર અથવા તો મોડામાં મોડા મે માસના પ્રથમ અઠવાડિયામાં પ્રથમ મહિનાનો ક્વોટા મળી જશે. કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એક સાથે ત્રણ માસની દાળના જથ્થાનું વિતરણ એક સાથે કરી દેશે. બાકીના રાજ્યો મે માસમાં જ ત્રણ માસના જથ્થાનું વિતરણ કરી શકે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. મહદ્દ અંશે મે માસના ત્રીજા સપ્તાહમાં આ કામગીરી પૂર્ણ કરવાનો અંદાજ છે. તા.24 એપ્રિલ, 2020ના રોજ ગ્રાહક બાબતોના સચિવે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કરેલી કામગીરીની સમિક્ષા કરી હતી તથા ગ્રાહક બાબતોના સચિવે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કરેલી તૈયારી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને તેમના સહયોગ અને સમર્થન બદલ આભાર માન્યો હતો તથા એવી આશા વ્યક્ત કરી હતી કે આગામી સપ્તાહોમાં આ કામગીરીમાં વેગ આવશે.
આ લોકડાઉન મા ધ્યાન રાખવા જેવી બાબતો : 1: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડવાનો સમય હવે પુરો થઈ ગયો છે ...
રૂ. 1707થી શરૂ થતાં ભાડાં સાથે દિલ્હી અને ચંડીગઢ વચ્ચે નોન- સ્ટોપ ફ્લાઈટ્સ. રૂ. 2487થી શરૂ થતાં ભાડાં સાથે ...
કોબા ગામ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાન આ ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજસ્થાનથી પધારેલ સરપંચશ્રીઓ નુ સ્વાગત કરવામાં કોબા ...
સુરતમાં આજે એક કરું ઘટના બની. એક તક્ષશિલા આર્કેડ નામાક કોમર્ષયલ કોમ્પ્લેક્સના બીજા માળે ભીષણ આગ ભભૂકી ઉઠી. આ પ્રચંડ ...
© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.