સુરતમાં આજે એક કરું ઘટના બની. એક તક્ષશિલા આર્કેડ નામાક કોમર્ષયલ કોમ્પ્લેક્સના બીજા માળે ભીષણ આગ ભભૂકી ઉઠી. આ પ્રચંડ આગના કારણે આશરે 17 જેટલા વિદ્યાર્થીઓના મોત થયાની આશંકા સેવવામાં આવી રહી છે જેમાંથી 14 લોકમાં મૃત્યુની વાત સરકારી આંકડાઓ મુજબ કંફર્મ થઇ છે. પ્રચંડ આગના કારણે ઉત્પન્ન થયેલા ધુમાડા થી બચવા ચોથા માળેથી 10થી વધુ વિદ્યાર્તીઓએ કુદકા લગાવ્યાં હતાં. હાલ આસપાસમાં ભયનો માહોલ સર્જાયો છે.
આગ બેકાબુ રીતે ભીષણ બનતાં મેજર કેકેમિટી એલર્ટ જાહેર કરી દેવાયુ હતું જેથી આસપાસના અન્ય ફાયર સ્ટેશનના ટેન્કર સહિતની ગાડીઓને બોલાવી લેવામાં આવી હતી. ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો અને આગ પર કાબુ મેળવવા માટે ક્રેઈનની મદદ પણ લેવામાં આવી આવી હતી.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતુ કે ફાયરબ્રિગેડને આગ લાગ્યા અંગે જણાવવામાં આવ્યું હતું પરંતુ ફાયર બ્રિગેડ આગ લાગ્યાના ઘણા સમય બાદ હાજર થઇ હતી. જેના કારણે મર્યુત્યુઆંક વધી ગયો હતો.
આ ઘટના માટે ચીફ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણી દ્વારા ચાર લાખની આર્થિક સહાય અને ઘટનાની વિગતવાર પડ઼તાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.