કાળા મરી એક મસાલો જ નહિ પરંતુ એક ઉત્તમ ઔષધિ પણ છે. ચાલો આજે igujju.com ઉપર અપને જાણીયે તેના વિષેના રોચક તથ્યો !!
કાળા મરીનો ઉપયોગ ભારતીય રસોડામાં એક મહત્વનાં તેજાનાં તરીકે ઉપયોગમાં થાય છે. આપણા પૂર્વજોએ પૂરા પાડેલાં મરી-મસાલા અને તેજાનાંનો યોગ્ય માત્રામાં અને દિવસમાં યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવે તો અનેક રોગોથી બચી શકાય છે.
કાળા મરીએ ત્રિદોષ નાશક છે. આપણા શરીરનું બંધારણ જે, વાત્, પિત્ત અને કફથી થયું છે, તે ત્રણને અંકુશમાં રાખવા માટે કાળા મરીનો ઉપયોગ અનિવાર્ય રહ્યો. કાળા મરી સ્વાદે ભલે તીખા રહ્યા પણ શરીરને ઠંડક આપનારા છે.
દિવસને જો સવાર, બપોર અને સાંજના ભાગ પાડીએ અને આપણા જીવનનાં તબક્કાવાર બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થામાં ભાગ પાડએ તો તે પ્રમાણે કાળા મરીનો ઉપયોગ કરીને નાના-મોટા રોગોથી બચાવી શકાય છે.
તેથી, બાળપણ એટલે કે બાળકોને સવારે ઉઠતાની સાથે નરણા કોઠે, જુવાન કે ૫૦થી ઓછી વયનાં છે, તેમણે બપોરે એટલે કે મધ્યાહન સમયે અંદાજે ૨ થી ૪ની વચ્ચે અને વૃદ્ધત્વ ધરાવતાં એટલે કે ૫૦થી ઉપરની વય વાળાએ સાંજે સૂર્ય આથમ્યા સાથે ૨ થી ૫ મરીનાં દાણાં ગળી જવા જોઇએ. સ્વાદમાં તીખાં હોવાથી તેનું ચૂર્ણ કરવું અને સેવન કરવું થોડુ અઘરૂ પડી શકે છે, પણ દવાની જેમ ગળી જવાથી શરીરનાં ત્રણે વાત્, પિત્ત અને કફને નિયંત્રણમાં રાખી શકાય.