દિવસ સારો પસાર થાય તે માટે ખુબ જરૂરી છે કે તમે રાતની ઉંઘ પૂરતા પ્રમાણમાં અને ગાઢ પ્રકારની લો. પરંતુ ખુબ જ ઓછા લોકો હોય છે જેમનો રાત્રે આવી ગાઢ અને પૂરતી ઉંઘ મળે છે.
જો તમારે ગાઢ અને તંદુરસ્તી થી ભરપૂર ઉંઘ જોઈતી હોય તો અહીં આપેલી બાબતો પર અમલ કરી જુઓ:-
- સુવાના 30 મિનિટ પહેલા મોબાઈલને સાઇલેન્ટ કે ફ્લાઇટ મોડ પર મુકીદો અને જોવાનું ટાળો
- સુતા પહેલાં પ્રાર્થના કે કોઈ ધીમું સંગીત સાંભળવાનું રાખો
- સુવા માટેનો બને ત્યાં સુધી કોઈ એક ચોક્કસ સમય નક્કી કરો અને તે સમયઅનુસાર નિત્યકર્મ ગોઠવો
- સુતી વખતે આંખ ઉપર સ્લીપ બેન્ડ કે આછી ચાદર રાખો
- સારી ઉંઘ લેવા માટે સુતા પહેલાં સ્નાન કરો અને સુગંધીદાર અત્તર કે પાઉડર પણ ઉપીયોગમાં લઇ શકો છો
- હળવો વ્યાયામ કરો પરંતુ બહુ પરસેવો ના વહે તેનું પણ ધ્યાન રાખો
- શવાસન કરવાથી ખુબજ સારી અને ગાઢ નિંદ્રા આવે છે
તો ચાલો ઉપરોક્ત પ્રયોગો કરી અને પ્રાપ્ત કરીયે ગાઢ અને સ્વસ્થ નિંદ્રા તમારી આવતીકાલ ને ઉર્જામય બનાવવા માટે