- રૂ. 1707થી શરૂ થતાં ભાડાં સાથે દિલ્હી અને ચંડીગઢ વચ્ચે નોન– સ્ટોપ ફ્લાઈટ્સ.
- રૂ. 2487થી શરૂ થતાં ભાડાં સાથે લખનૌ અને અમદાવાદ વચ્ચે નોન– સ્ટોપ ફ્લાઈટ્સ.
- રૂ. 2010થી શરૂ થતાં ભાડાં સાથે કોલકતા અને લખનૌ વચ્ચે નોન– સ્ટોપ ડેઈલી ફ્લાઈટ્સ.
- રૂ. 2039થી શરૂ થતાં ભાડાં સાથે કોલકતા અને ગૌહાટી વચ્ચે 4 વધારાની ફ્લાઈટ્સ.
- રૂ. 3074થી શરૂ થતાં ભાડાં સાથે ચંડીગઢ અને અમદાવાદ વચ્ચે 2 વધારાની ફ્લાઈટ્સ.
- 5 ઓક્ટોબર, 2019થી ફ્લાઈટની કામગીરીનો આરંભ થશે.
ઓક્ટોબર, 2019: ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી એરલાઈન ગોએર દ્વારા આજે તેની સતત વધતા નેટવર્કમાં 12 વધુ ફ્લાઈટનો ઉમેરો કરવામાં આવ્યો હતો, જેને લઈ તેની કુલ રોજની ફ્લાઈટ 325થી પણ વધુ થઈ છે. ગોએરે આજે દિલ્હી- ચંડીગઢ (બે ફ્લાઈટ), લખનૌ- અમદાવાદ (બે ફ્લાઈટ) અને કોલકતા- લખનૌ (બે ફ્લાઈટ) વચ્ચે નવી ફ્લાઈટોની ઘોષણા કરી છે. ઉપરાંત ગોએરે તેના મોજૂદ રૂટ કોલકતા- ગૌહાટી (ચાર ફ્લાઈટ) અને અમદાવાદ- ચંડીગઢ બે ફ્લાઈટ) વચ્ચે સાતત્યતા પણ વધારી છે.
ગોએરના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જેહ વાડિયાએ જણાવ્યું હતું કે ગોએરની વ્યાપક વિસ્તરણ યોજનાના ભાગરૂપ આ 12 નવી ફ્લાઈટો રજૂ કરાઈ છે. અમારાં મોજૂદ કોલકતા- ગૌહાટી અને ચંડીગઢ- અમદાવાદ સેક્ટર્સમાં 6 નવી ફ્લાઈટ છે અને વધુ 6 ફ્લાઈટનો ફ્રિકવન્સી ઉમેરો કરાયો છે. અમદાવાદ અને લખનૌ વચ્ચે નવી ફ્લાઈટો મજબૂત વેપારી સંબંધો અને એસએમઈની મોટી સંખ્યામાં હાજરીને પહોંચી વળશે. ગોએરે લખનૌથી દિલ્હી, મુંબઈ, બેન્ગલોરને જોડી દીધાં છે અને કોલકતાની નવી ફ્લાઈટ ભારતનાં મેટ્રો શહેરોને લખનૌ સાથે જોડવાના કંપનીના ધ્યેયના ભાગરૂપ છે.
ગોએરે 90 નવી ફ્લાઈટ સાથે છેલ્લા 11 મહિનામાં (એરલાઈન આંતરરાષ્ટ્રીય બની ત્યારથી) કાફલામાં 16 એરક્રાફ્ટનો ઉમેરો કર્યો છે. ગોએરે તેના નેટવર્કમાં 8 નવાં એરપોર્ટસ ઉમેર્યાં છે, જેમાં ફુકેત, માલે, અબુ ધાબી, મસ્કટ, દુબઈ, બેન્ગકોક, કન્નુર અને કુવૈતનો સમાવેશ થાય છે.
ગોએરની ફ્લાઈટ જી8 184 દિલ્હીથી 09.50 કલાકે પ્રસ્થાન કરીને ચંડીગઢમાં 11.10 કલાકે આગમન કરશે. ફ્લાઈટ જી8 164 ચંડીગઢથી 22.50 કલાકે પ્રસ્થાન કરીને 00.20 કલાકે દિલ્હીમાં આગમન કરશે. આ ફ્લાઈટો રવિવાર સિવાય રોજ સેવામાં હોય છે અને તેનાથી આ રૂટ પર પ્રવાસ કરતા પ્રવાસીઓના ભારે બોજ હળવો કરવાનો લાભ થવા સાથે અન્ય ગોએરના રૂટ્સ પર પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે જોડાણ તરીકે પણ કામ કરશે. આ ફ્લાઈટ્સનાં ભાડાં રૂ. 1707થી શરૂ થાય છે.
ગોએરની ફ્લાઈટ જી8 161 17.15 કલાકે લખનૌથી પ્રસ્થાન કરીને અમદાવાદમાં 19.20 કલાકે આગમન કરશે. ફ્લાઈટ જી8 160 અમદાવાદથી 14.30 કલાકે પ્રસ્થાન કરીને લખનૌમાં 16.30 કલાકે આગમન કરશે. ફ્લાઈટ રવિવાર સિવાય રોજ સેવામાં રહેશે. આ ફ્લાઈટનાં ભાડાં રૂ. 2487થી શરૂ થાય છે.
ગોએરની ફ્લાઈટ જી8 250 કોલકતાથી 16.30 કલાકે પ્રસ્થાન કરશે અને લખનૌમાં 18.10 કલાકે આગમન કરશે. ફ્લાઈટ જી8 251 લખનૌથી 18.50 કલાકે આગમન કરીને કોલકતામાં 20.45 કલાકે આગમન કરશે. આને કારણે બે શહેરો વચ્ચે રોજ સેવા મળશે અને વેપાર તથા લીઝરના પ્રવાસીઓને પણ લાભ થશે. આ ફ્લાઈટનાં ભાડાં રૂ. 2010થી શરૂ થશે.
ગોએરે કોલકતા અને ગૌહાટી વચ્ચે 4 વધારાની ફ્રિક્વન્સી પણ ઘોષિત કરી છે, જે બે શહેરો વચ્ચે ફ્લાઈટ્સની કુલ સંખ્યા 6 પર લઈ જાય છે. ફ્લાઈટ જી8 248 કોલકતાથી 04.55 કલાકે પ્રસ્થાન કરશે અને ગૌહાટીમાં 06.00 કલાકે આગમન કરશે (બુધવાર અને રવિવારે 8.35 કલાકે પ્રસ્થાન અને 9.35 કલાકે આગમન). ફ્લાઈટ જી8 253 ગૌહાટીથી 14.35 કલાકે પ્રસ્થાન કરશે અને કોલકતામાં 15.50 કલાકે આગમન કરશે. આ ફ્લાઈટ વેપારી પ્રવાસીઓને કોલકતાથી નીકળીને ગૌહાટીમાં સવારની મિટિંગમાં હાજરી આપવા અને સાંજે ફરી પાછા કોલકતામાં ઘેર પહોંચીને આરામ કરવા માટે અનુકૂળ રહેશે, જેને લીધે તેમનો સમય, ઊર્જા અને પૈસાની પણ બચત થશે. આ ફ્લાઈટો રોજ સેવામાં હોય છે. આ ફ્લાઈટોનાં ભાડાં રૂ. 2039થી શરૂ થાય છે.
ફ્લાઈટ જી8 252 કોલકતાથી 12.25 કલાકે પ્રસ્થાન કરીને ગૌહાટીમાં 13.40 કલાકે આગમન કરશે. ફ્લાઈટ જી8 249 ગૌહાટીથી 10.35 કલાકે પ્રસ્થાન કરીને કોલકતામાં 11.50 કલાકે આગમન કરશે. આ ફ્લાઈટો બુધવાર અને રવિવાર સિવાય રોજ ચાલશે. આ ફ્લાઈટોનાં ભાડાં રૂ. 2039થી શરૂ થાય છે.
ફ્લાઈટ જી8 184 ચંડીગઢથી 11.50 કલાકે પ્રસ્થાન થશે અને અમદાવાદમાં 13.55 કલાકે આગમન થશે. ફ્લાઈટ જી8 164 અમદાવાદથી 20.10 કલાકે પ્રસ્થાન કરીને ચંડીગઢમાં 22.10 કલાકે આગમન કરશે. ગોએર બે શહેરો વચ્ચે નોન- સ્ટોપ ફ્લાઈટ ચલાવતી એકમાત્ર એરલાઈન છે અને બે શહેરો વચ્ચે બીજી નોન- સ્ટોપ ફ્લાઈટ છે. આ ફ્લાઈટો રવિવાર સિવાયના દિવસોમાં સેવામાં રહે છે. ફ્લાઈટોનાં ભાડાં રૂ. 3074થી શરૂ થાય છે.
આ નવા રૂટ્સ અને ફ્રિક્વન્સીઝ માટે ફ્લાઈટની કામગીરી 5 ઓક્ટોબર, 2019થી શરૂ થશે. સર્વ ગોએર ફ્લાઈટ માટે ટિકિટો ગોએર.ઈન, ગોએર મોબાઈલ એપ, કોલ સેન્ટર, ટ્રાવેલ એજન્ટો, ટ્રાવેલ પોર્ટલો વગેરે થકી બુક કરી શકાશે.
ગોએર હાલમાં રોજ 330 ફ્લાઈટ ચલાવે છે અને ઓગસ્ટ 2019માં તેણે આશરે 13.91 લાખ પ્રવાસીઓને પ્રવાસ કરાવ્યો હતો. ગોએર અમદાવાદ, બાગડોગરા, બેન્ગલુરુ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગોવા, ગૌહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કોચી, કોલકતા, કન્નુર, લેહ, લખનૌ, મુંબઈ, નાગપુર, પટના, પોર્ટ બ્લેર, પુણે, રાંચી અને શ્રીનગર સહિત 24 ડોમેસ્ટિક ડેસ્ટિનેશન્સ ખાતે ઉડાણ ભરે છે. ગોએર ફુકેત, માલે, મસ્કત, અબુ ધાબી, દુબઈ, બેન્ગકોક અને કુવૈત સહિત 7 ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન્સમાં ઉડાણ ભરે છે અને ટૂંક સમયમાં જ સિંગાપોરનો ઉમેરો કરશે.
નવા રૂટ્સ અને ફ્લાઈટ્સનું સમયપત્રક:
| ફ્લાઈટનો નં. | ક્યાંથી | ક્યાં સુધી | પ્રસ્થાન | આગમન | ફ્રિકવન્સી | રૂપિયામાં ભાડાં |
| 184 | દિલ્હી | ચંડીગઢ | 9:50 | 11:10 | રોજ, રવિ સિવાય | 1707 |
| 164 | ચંડીગઢ | દિલ્હી | 22:50 | 0:20 | રોજ, રવિ સિવાય | 2121 |
| 160 | અમદાવાદ | લખનૌ | 14:30 | 16:30 | રોજ, રવિ સિવાય | 2746 |
| 161 | લખનૌ | અમદાવાદ | 17:15 | 19:20 | રોજ, રવિ સિવાય | 2487 |
| 250 | કોલકતા | લખનૌ | 16:30 | 18:10 | રોજ | 2010 |
| 251 | લખનૌ | કોલકતા | 18:50 | 20:45 | રોજ | 2209 |
| 248 | કોલકતા | ગૌહાટી | 4:55 (8:35 on W & Su) | 6:00 (9:35 on W & Su) | રોજ | 2039 |
| 253 | ગૌહાટી | કોલકતા | 14:35 | 15:50 | રોજ | 2143 |
| 249 | ગૌહાટી | કોલકતા | 10:35 | 11:50 | રોજ, બુધ, રવિ સિવાય | 2143 |
| 252 | કોલકતા | ગૌહાટી | 12:25 | 13:40 | રોજ, બુધ, રવિ સિવાય | 2039 |
| 184 | ચંડીગઢ | અમદાવાદ | 11:50 | 13:55 | રોજ, રવિ સિવાય | 3074 |
| 164 | અમદાવાદ | ચંડીગઢ | 20:10 | 22:10 | રોજ, રવિ સિવાય | 3874 |
તમે ગોએરને અહીં ફોલો કરી શકો છો:
Twitter: https://twitter.com/goairlinesindia
Facebook: https://www.facebook.com/GoAir/
LinkedIn: https://www.linkedin.com/company/goair/
YouTube:5%20https://www.youtube.com/channel/UCIfzV_f5UIrrp_CG-xicWuQ” HYPERLINK “UIrrp_CG-xicWuQ%22%20https://www.youtube.com/channel/UCIfzV_f5UIrrp_CG-xicWuQ”https://www.youtube.com/channel/UCIfzV_fHYPERLINK “UIrrp_CG-xicWuQ%22%20https://www.youtube.com/channel/UCIfzV_f5UIrrp_CG-xicWuQ”5HYPERLINK “UIrrp_CG-xicWuQ%22%20https://www.youtube.com/channel/UCIfzV_f5UIrrp_CG-xicWuQ”UIrrp_CG-xicWuQ
Website: www.goair.in
વધુ પૂછપરછ માટે કૃપા કરી સંપર્ક કરો:
| ગોએર |
| બકુલ ગાલા
વાઈસ પ્રેસિડેન્ટ- કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ એન્ડ પીઆર ગોએર, બોમ્બે રિયાલ્ટી, બોમ્બે ડાઈંગ Mobile: +919967720028 Email: bakul.gala@goair.in |


















































