શું શારીરિક તકલીફોને લીધે જીવનમાં પાછા પડો છો? શું તમારી લાગણીઓ તમારા વ્યક્તિગત કે વ્યવસાયિક જીવનમાં બાધારૂપ થાય છે? યોગની મદદથી કેવી રીતે જીવનમાં ખાસ બદલાવ લાવ્યા સિવાય કુદરતી રીતે તકલીફોમાંથી બહાર આવવા યોગ ખુબજ ઉપયોગી નીવડી શકે છે
યોગ અને આસન આપણા માટે ક્યારેય અજાણ્યા નહોતા. આપણે નાના બાળક હતા ત્યારથી અને આસન કરતા આવ્યા છીએ. પછી તે કૅટ સ્ટ્રેચ આસન હોય કે જેનાથી કરોડરજ્જુ મજબૂત થાય છે કે પવનમુક્તાસન હોય કે જે પાચનમાં મદદરૂપ થાય છે. તમે જોશો કે નાનુ બાળક કોઈ ને કોઈ યોગ અને આસન દિવસ દરમ્યાન કરતુંજ હોય છે. યોગ અને આસન ઘણા લોકો માટે અલગ અલગ અર્થ હોઈ શકે છે.
આ યોગનું નામ છે સૂર્યમુદ્રા યોગાસન.
સૂર્યમુદ્રાસનની આસન વિધિ:
તમારે તેને કરવા માટે તેના વિેશે જાણવું પડશે કેમકે આ યોગ ખૂબ ઓછા લોકો જાણે છે જેના કારણે તે સામાન્ય યોગ નથી. તેના માટે તમારે સૂર્યની આંગળીને હથેળીની અંદર દબાવીને તેને અંગુઠાથી દબાવાની છે, બાકી વધેલી ત્રણે આંગળીઓને સીધી રાખો તેને સૂર્ય મુદ્રા કહેવામાં આવે છે. તમારા હાથની અનામિકા આંગળીને અંગુઠાની જડમાં ગોઠવી લો. બાકીની આંગળીઓને એકદમ સીધી રાખો. આ રીતે કરવાથી સૂર્યમુદ્રા બને છે
આ યોગ અને આસન તમારા માટે કોઇ વરદાનથી ઓછું નથી. આ તમારા શરીરને ફિટ રાખવામાં મદદ કરવાની સાથે જ શરીરના સોજાને ઓછા કરે છે. આ તમારા માટે અસરદાર અને ફાયદાકારક યોગ છે.
સૂર્યમુદ્રાસન કરવાથી તમારા શરીરમાં એક નવી ઉર્જાનો સંચાર થાય છે. તમારે તેને નિયમિત કરવું જોઈએ.
તમારા માટે યોગ અને આસન ખૂબ જરૂરી છે. તમને જણાવી દઇએ કે શરીરની ઘણી પરેશાનીઓ યોગ અને આસન દ્વારા ખતમ થઇ જાય છે. જો તમારું વજન વધારે હોય તો તેને ઓછું કરવા માટે કેટલું બધુ કરો છો. તમે બજારમાંથી દવાઓ લાવો છો અને જિમની સાથે-સાથે સવારે રનિંગ કરવાનું શરૂ કરી દો છો. પરંતુ iGujju તમને એક એવા યોગ અને આસન વિશે જણાવીશું જેને કરવાથી તમને આ બધુ કરવાની જરૂર નહી પડે.