ગરમી થી આંખોને બચાવવા ઉપરાંત આજના સેલ્ફીના જમાનામાં સનગ્લાસિસ એ એક અભિન્ન અંગ બની ગયા છે.એટલા માટે જ આપણા લૂકને સ્ટનિંગ બનાવવા આપણી સ્કિન ટન અનુસાર સનગ્લાસસે ના શળે પસંદ કરવા જરૂરી છે. સનગ્લાસિસ ની પસંદગી માટે અહીં થોડીક ટિપ્સ આપવામાં આવી છે.
1. ફેર સ્કિન ટોન :
જો તમારી ત્વચાનો રંગ કુદરતી જ બ્રાઇટ હોય તો તમે બ્રાઇટ કલરના શળે જેમ કે રેડ, ગ્રીન, ઓરેન્જ, બ્લુ યેલ્લો વગેરે પસંદ કરી શકો છો. તે પહેરવા થી તમારો રંગ પણ વધારે બ્રાઇટ લાગશે।
2. ઘંઉ વર્ણી સ્કિન ટોન :
જો અમારી ત્વચા ઘંઉ વર્ણી છે તોતમે નસીબદાર છો કારણ કે તમને કોઈ પણ કલર સુઈટ થાય એમ છે. તમારે બને તેટલા વધુ ડાર્ક કલર ના સનગ્લાસિસ પહેરવા જેથી તમારો સ્કિન ટોન વધુ બ્રાઇટ અને આકર્ષક લાગે। બ્લેક, ડાર્ક બ્લુ, ડાર્ક રેડ, બ્રાઉન કલર ના સનગ્લાસ તમારા સ્કિન ટોન પર ચાર ચાંદ લગાવી દેશે।
3. પીચ સ્કિન ટોન :
પીચ અથવા પિન્ક સ્કિન ટોન ધરાવતા લોકો પણ લકી છે. તેઓ કોઈ પણ કલરના સનગ્લાસિસ પહેરી અદભુત લાગી શકે છે. છંતા પણ તેમના માટે પેસ્ટલ કલર ઉત્તમ રહેશે। તે ઉપરાંત અન્ય ધ્યાનમાં રાખવા જેવા ખાસ કલર જેવા કે ગ્રે , ચોકોલેટ બ્રાઉન, બેગી, અને ઓલિવ ગ્રીન અમેઝિંગ લૂક આપશે।
4. ડાર્ક સ્કિન ટોન :
ડાર્ક સ્કિન ટોન વાળા એ ડાર્ક કલરના શેડ અવોઇડ કરવા। ઓફ વાઈટ ગોલ્ડન, લાઈટ બ્રાઉન સનગ્લાસિસ તમારા માટે ખુબ જ સૂટેબલ રહેશે।
આશા છે કે આપણે iGujju.com નું આ રિસર્ચ ઉપયોગી થશે અને તમારા સેલ્ફીની શોભા અને લાઇક્સમાં પણ વધારો કરશે