યોગાસન કરવા હંમેશાથી લાભદાયક રહ્યા છે. કહેવાય છે કે દરરોજ 15 – 20 મિનીટ યોગ્ય રીતે યોગ કરવાથી 2 કલાક જીમમાં પરસેવો પાડ્યા જેટલો લાભ શરીર ને થાય છે. ભારતમાં બાબા રામદેવ અને અન્ય યોગીઓ દ્વારા યોગ વિશે ઘણી જાગરૂકતા ફેલાવી છે.
આ આસાન ગર્ભવારી મહિલાઓને પણ ફાયદાકારક છે. અલગ અલગ યોગ કરવાથી તેના અલગ અલગ ફાયદા તમને મળે છે. યોગના પણ અલગ અલગ પ્રકાર હોય છે. પાવર યોગાના પણ અલગ ફાયદા હોય છે.
માર્જરાસન પ્રક્રિયા :
આ આસાન માં તમારે બે હાથ જમીન પર રાખી અને પગ વડે ઢીચણ ઉપર વજન આવે ઠેમ મુકવાનું હોય છે, ત્યાર બાદ પેની ઉપરથી વજન લઇ અને ઢીચણ ને હવામાં ઉઠાવવાના અને ફરી થી જમીન પર મૂકી અને ફરી થી પહેલા જેવી સ્થિતિ માં આવી જવાનું
માર્જરાસન પણ તેમાંનુ એક આસન છે. રોજ માર્જરાસન કરવાથી તમને ઘણા ફાયદા થશે. સવારે ઉઠીને આળસ આવતી હોય તો પણ આ આસન કરવાથી તમારા શરીરની આળસ જતી રહેશે. સાથે જ બીજા પણ ઘણા ફાયદા થશે.
- રોજ માર્જરાસન કરવાથી કરોડરજ્જુ સ્વસ્થ રહે છે અને તે લચીલી બને છે.
- માર્જરાસન કરવાથી તમને માનસિક શાંતિનો અનુભવ થાય છે.
- માર્જરાસન તમારા મનનો તણાવ દુર કરે છે.
- માર્જરાસનનો રેગ્યુલર અભ્યાસ તમારા શરીરને સ્વસ્થ અને ચુસ્ત બનાવે છે.
- જો તમારી નસ ખેંચાઇ જાય છે, શરીરના સાંધામા દુખાવો રહે છે તો માર્જરાસન તમારા માટે આશીર્વાદ સમાન છે.
- આ આસનના અભ્યાસથી પેટની સમસ્યા દુર થાય છે. કબજીયાતને પણ દુર કરે છે.
યોગ્ય આરામની સાથે સાથે માર્જરાસન કરવાથી શરીર સ્વસ્થ રહે છે.