આપણી જિંદગી એક ટ્રાફિક સિગ્નલ જેવી છે. ત્યાં પણ ચાર રસ્તાઓ આપણી જિંદગીની જેમ જ હોય છે. ત્યાં પણ આપણને સુરક્ષા માટે જાગૃત કરવામાં આવે છે. એ જ રીતે આપણી જિંદગીમાં પણ ઘણા વળાંક આવે છે. ટ્રાફિક પોલીસની જેમ આપણી જિંદગીમાં પણ અમુક લોકો આપણને જાગૃત કરે છે તો કેટલાક આપણને રાહથી ભટકાવે છે. બેઈમાન લોકો કેટલાક ભ્રષ્ટ કર્મચારીની જેમ પૈસા માટે હેરાન કરે છે તો અમુક લોકો શારીરિક રીતે ખાલી કરી નાખે છે. અમુક લોકો ફક્ત આપણો ઉપયોગ કરવા જ આપણા જીવનમાં આવ્યા હોય છે. આ સિગ્નલની જેમ જીવનમાં પણ લીલી લાઈટ, લાલ લાઈટ, પીળી લાઈટ હોય છે અને ચાર રસ્તાની જેમ હર કદમ પર નવા વળાંક હોય છે. ક્યા, કયા રસ્તે શું હોય એ આપણને પણ ખબર નથી હોતી.
આપણેજીવનડગરનીમંજિલનેજફક્તજોઈએછીએ, પરંતુ ક્યારેક સફર પણ બહુ ખૂબસૂરત હોય છે એટલે તો પરિજિત સિંહ ગાય છે સફર ખૂબસૂરત હૈ મંજિલ સે ભી….
જિંદગીની આ જ કહાની છે.
“રાહે કહીં ઓર ,હમદર્દ કોઈ ઔર ઔર હમસફર કોઇ ઔર”
અમુકલોકોરસ્તામાંગુગલમેપનીજેમપણમળીજતાહોયછેજેસાચીદિશાતોઆપેછેપણઆપણેત્યાંસુધીપહોંચવામાંબહુવારલગાવીદેતાહોઈએછીએ. “જે માર્ગ પર તમારી આશા તમારી સાથે હંમેશ રહે એવી રાહ પર જ કોઈની રાહ જોવી હિતાવહ છે. છતની દિવાલ અને પગ તળેની જમીન આજે પણ એકબીજાની નજીક હોવા છતા દૂર છે.
– હેના પઠાણ


















































