કરૂણા પોતાના નિત્યક્રમ મુજબ રોજ સવારે થેપલા બનાવી સોસાયટીની શરૂઆતમાં રહેતાં મજુરના બાળકોને ખવડાવા જાય, ત્યાંથી આવી ટેબલ પર બે થેપલા ઢાંકી દે..
ઓફિસ જવા તૈયાર થઈ નાસ્તો કરવાં બેસે ત્યારે એ થેપલા ખાય. આજે એ થેપલા ગાયબ જોઈ મનમાં અભિલાષાના તરંગો આવ્યાં. ત્યાં પાછળથી અવાજ આવ્યો “આજે પણ હું આવીને આ થેપલા પૂછ્યા વગર ખાઈ જઇશ, એ ખાતરી સાથે જ રોજ ઢાંકો છો ને મા..”
– ઈનલ


















































