રમતો રમતાં આનંદથી રમવાનું હતું,
કારમી ચીસો પાડી થોડું સળગવાનું હતું ?
બાળકો તો ભોળા ભોળા રમવા આવ્યા હતા,
ચીસો પાડી આગમાં ક્યાં બળવાનું હતું.
કુદરત પણ દુર્ઘટનામાં નિષ્ઠુર થઈ,
ત્યાં પછી તો કોણ કોની સાથે લડવાનું હતું ?
રંગીલા રાજકોટમાં સંભળાય છે હીબકાં,
ક્યાં ખબર હતી કે ત્યાં ગોઝારું થવાનું હતું.
આંખ સામે રમતાં બાળકોને જોતજોતામાં,
ચીસો પાડીને આગમાં તડફડવાનું હતું.
-દિનેશ નાયક “અક્ષર”


















































