આજે કોને દેવો આરોપ? આ અગ્નિ અકસ્માત!
ભૂંસાયા ને ભડથું થયા; વસમી વેદનાને વલોપાત!
ક્યારે જાગશે તંત્ર-સરકાર? કાને ક્યારે લેશે એ વાત?
કૂણાં કુસુમ કચડાયા; રાજકોટમાં રક્ત ભરેલી રાત!
મા-બાપની છીનવાઈ છડી; તે કરતાં કરૂણ કલ્પાંત!
અજાણ હતા નીકળતા ઘરેથી; દિકરા માથે મોટી ઘાત!
હે નાથ! નજર કરજે જરા; રડતા કર છાના આ માસૂમ માત ને તાત!
“યુવા કવિ”ની છે “પુનિત” પ્રાર્થના; દેજો પ્રભુ તમ શરણોની સોગાત!
મિરલ પટેલ “યુવા કવિ”


















































