આગ હતી એતો આગ વરસાવી ગઈ
રાખ કરી બધું જ ખાખ એતો કરી ગઈ
રહી ગઈ બસ રાખ બાકી
થઈ ગયું જાણે સ્મશાન અહીં
કેમ ઓળખે એને હવે થઈ ગયુંછે બધું ખાખ અહીં
ક્રોધ, ગુસ્સો કે આશું કહી પાછું નહીં લાવે શકે
આગ સાથે લઈ ગઈ બધું ખાલી રાખ બાકી રહી ગઈ અહીં
કોણ પુરી કરી શકશે ખોટ આ પરિવાર ની હવે
ખોવાયેલ ને હવે કોણ શોધી શકશે
જે ખબર નહીં ક્યાં હવે એને મળશે
આપી ઘા હ્રદય માં કોણ એને હવે ભરી શકશે
શોધે છે આંખો એને હજુ જોવા પણ
રોતી આંખો કહે હવે પ્રભુ ને મળી જાય સલામત સંતાન એનું
રાહ જોતી આંખો કદાચ સમજી ગઈ હશે
મન ન સ્વીકારી શકે એ હકીકત માં થઈ ગયું હશે
આપ હિંમત હવે એમને જે લૂંટાવી બધું ગયું દુર્ઘટના પોતાનું
પોતાના વ્હાલા સોયા સંતાનોના ના એ મૂર્તદેહ ને હવે કેમ એ સહી શકશે
શબ્દો માં લખવામાં પણ હ્રદય ભરાય જાય છે મારું
એ ઘટના ને કેમ એ પરિવાર સહન કરી શકશે
શબ્દો પણ નથી વર્ણવા હવે આ દુર્ઘટના માટે
“રમત કોણ રમી ગયું કોણ આમાં હારી અને કોણ જીતી ગયું
જીંદગી જાણે હારી અને મૌત કેમ જીતી ગયું ”
હેતલ. જોષી


















































