દરિયામાં દુર્લભ મોતી તો અનેક હોય, પણ તેને શોધવા ડૂબકી લગાવવી પડે. પત્થરોના ઢગલાં વચ્ચે કિંમતી રત્ન કયું, એ તો પારખું નજરો જ જાણી શકે. ગુજરાતીમાં કહેવત છે કે સિંહોના ટોળા ન હોય. કારણ કે એકલા સાવજ આગળ તો, ટોળાના ટોળા પણ પાણી ભરે. ત્યારે આવા સાવજ સરીખા, દુર્લભ મોતી જેવા અને કિંમતી રત્નો જેવાં લોકોને ભીડમાંથી શોધવાનો અવસર એટલે ‘ખોજ’.
તું ખુદ કી ખોજમેં નિકલ
તું કીસ લિયે હતાશ હૈ…
તું ચલ, તેરે વજૂદ કી
સમય કો તલાશ હૈ
ખોજ એવાં લોકોને શોધવાનો અવસર છે, કે જેની ખુદ સમય પણ રાહ જોઈ રહ્યું છે. એવી પ્રતિભાઓ કે જેમના માટે તેમનું કામ જ સર્વસ્વ છે. જેઓ કર્મને જ ધર્મ માનીને જીવનપથ પર આગળ વધતા રહ્યા છે. જેમનું નામ નહીં, પરંતુ, કામ બોલે છે. જે ખરાં અર્થમાં નામના અને સન્માનના હકદાર છે, તેવાં લોકોને શોધવાનું માધ્યમ એટલે ખોજ.
કોણ કરી રહ્યું છે ખોજ ?
ખોજ એક એવું વિચાર બીજ છે, કે જે હવે છોડ બની ધીમે-ધીમે વિશાળ વૃક્ષ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ વિચાર બીજ પુનિતજી લુલાનું છે. ટેરો કાર્ડની દુનિયામાં પુનિતજીનું નામ કોણ નથી જાણતું ? વર્ષ 2008માં તેમની સ્પિરિચ્યુઅલ જર્ની શરૂ થઈ. આજે છેલ્લાં 16 વર્ષથી તેઓ ટેરો કાર્ડ થકી લોકોની મુશ્કેલીઓનું નિવારણ જણાવે છે. તેઓ પિરામીડ વાસ્તુ, એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી, કલર થેરાપી તેમજ સિગ્નેચર રિડીંગના પણ નિષ્ણાત છે. સાથે જ રેઈકીના ગ્રાન્ડ માસ્ટર છે. ચીન અને ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ ઈન્ટરનેશન મેડિટેશન કાર્યક્રમમાં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. વૈશ્વિક સ્તરે સાત હજારથી પણ વધુ લોકો વિવિધ મુદ્દે તેમનું માર્ગદર્શન મેળવતા રહે છે.

ખોજનો ઉદ્દેશ્ય શું ?
પુનિતજી લુલા દ્વારા ખોજ બાય પુનિતજી હેલ્પિંગ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે. જેનો હેતુ સમાજ પ્રત્યેના ઋણને અદા કરવાનો છે. અને આ ફાઉન્ડેશન દ્વારા જ ખોજનું આયોજન કરાયું છે. ખોજનો મૂળ હેતુ સમાજ માટે કંઈક સારું કામ કરનારા લોકોને નવી ઓળખ આપવાનો છે. ઉમદા કામ કરનારા લોકોને સન્માનિત કરી, અન્ય લોકોને પણ આવાં ઉમદા કાર્ય માટે પ્રેરિત કરવાનો છે. આવા જ ઉમદા હેતુ સાથે વર્ષ 2023માં 50 જેટલી વિરલ વિભૂતિઓને શોધીને ખોજ દ્વારા સન્માનિત કરાયા બાદ, હવે આવી ગઈ છે ખોજ સિઝન-2. જે સિઝન વન કરતાં પણ છે વધારે ભવ્ય અને વધારે ખાસ.
તારીખ 23 જૂનના રોજ અમદાવાદમાં જૂના વાડજ રેડ ક્રોસ ભવન ખાતે ખોજ – સેલિબ્રિટી મેગા એવોર્ડ – 2024નું આયોજન કરાયું છે. જે અંતર્ગત એવાં લોકોને સન્માનિત કરાશે કે જેમણે સમાજ માટે ખૂબ જ સારા કામ કર્યા છે. સાથે જ આઈકોન ઑફ ધ યર, સ્પિરિચ્યુઅલ આઈકોન ઑફ ધ યર, સોશિયલ આઈકોન ઑફ ધ યર અને આર્ટ આઈકોન ઑફ ધ યરના એવોર્ડ એનાયત થશે. ગુજરાત સરકારના મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા, મહામંડલેશ્વર ઋષિ ભારતીજી, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને પ્રસિદ્ધ અભિનેતા પ્રેમ ગઢવીની ઉપસ્થિતિમાં આ એવોર્ડ એનાયત કરાશે.
તો આવો, ખોજના આ અવસરને આપણે પણ વધાવીએ, અને જેઓ કોઈ નામનાની અપેક્ષા વગર અત્યાર સુધી લોકો માટે કામ કરતાં રહ્યા છે, તેમના સન્માનના સાક્ષી બનીએ.


















































