ઘણા માબાપની હોય છે વિષમય રીત,
નિયંત્રણમાં છુપાયેલી હોય એમની પ્રીત.
બાળકોના સપનાને ઉડાન ભરવા દો,
તેમની સ્વતંત્રતાની પાંખો ન કાપો.
“હે મમ્મી-પપ્પા, મને ખીલવા દો,
મને આકાશ ગગનને ચૂમવા દો!”
વધુપડતો ચોકી પહેરો ભયભીત લાગે,
નજરકેદ બાળકને ગૂંગળાવી નાખે.
તેમને નવી વસ્તુઓ અજમાવા દો,
તેમની સ્વતંત્રતાની પાંખો ન કાપો.
“હે મમ્મી-પપ્પા, મને ખીલવા દો,
મને આકાશ ગગનને ચૂમવા દો!”
દરેક સમય જાસૂસી ન કરો,
આપેલા મૂલ્ય પર વિશ્વાસ રાખો.
બચ્ચાઓ સાથે ખુલીને વાત કરો,
તેમની સ્વતંત્રતાની પાંખો ન કાપો.
“હે મમ્મી-પપ્પા, મને ખીલવા દો,
મને આકાશ ગગનને ચૂમવા દો!”
હ્રુદય ખુલશે ને મન હળવું થશે,
ભાવનાત્મક શક્તિ પણ વધશે.
સારું પારિવારિક વાતાવરણ આપો,
તેમની સ્વતંત્રતાની પાંખો ન કાપો.
“હે મમ્મી-પપ્પા, મને ખીલવા દો,
મને આકાશ ગગનને ચૂમવા દો!”
તમારા સપના એમના પર ન થોપો,
એમને એમનું જીવન જીવવા દો.
વિશ્વસનીય પ્રેમાળ શયલી અપનાવો,
તેમની સ્વતંત્રતાની પાંખો ન કાપો.
“હે મમ્મી-પપ્પા, મને ખીલવા દો,
મને આકાશ ગગનને ચૂમવા દો!”
શમીમ મર્ચન્ટ


















































