આપણું શરીર પાણીથી બનેલું હોય છે. જ્યારે શરીરમાં પાણીની ઉણપ થાય ત્યારે આપણે બીમાર પડી જઇએ છીએ અને કેટલીક વાર તો હોસ્પિટલમાં પણ એડમિટ થવાનો વારો આવતો હોય છે.
હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યાં અનેક લોકો શરદી, ખાંસી તેમજ બીજી અનેક બીમારીઓની ઝપેટમાં આવી જતા હોય છે. જો કે શિયાળાની ઋતુમાં લોકો પાણી ઓછા પ્રમાણમાં પીતા હોય છે જેના કારણે શરીરમાં પાણી ઓછું થવાના ચાન્સિસ ખૂબ વધી જાય છે. શરીરમાં પાણી ઓછું થવાને કારણે ડિહાઇડ્રેશનનો પ્રોબ્લેમ્સ થાય છે જેના કારણે બીજી અનેક તકલીફો થવા લાગે છે.
પાણી આપણાં પાચન તંત્ર અને શ્વસન તંત્રને ઠીક કરવાનું કામ છે. જ્યારે શરીરમાં પાણીની ઉણપ થાય ત્યારે આપણી બોડી અનેક પ્રકારના સંકેત આપે છે. જો તમે આ સંકેતોને ઇગ્નોર કરો છો તો તમને અનેક ઘણાં પ્રોબ્લેમ્સ થાય છે.
જાણો શું હોય છે ડિહાઇડ્રેશનનાં લક્ષણો
- જ્યારે આપણાં શરીરમાં પાણીની ઉણપ સર્જાય ત્યારે આપણને વારંવાર પાણીની તરસ અને ભુખ લાગે છે. જ્યારે પાણી નથી મળતું ત્યારે આપણે દૂધ, લસ્સી તેમજ બીજા પ્રકારનું પ્રવાહી પી લેતા હોઇએ છીએ.
- જ્યારે ડિહાઇડ્રેશન થાય ત્યારે શરીરમાં બ્લડની માત્રા ઓછી થઇ જાય છે, જેના કારણે હ્દયને અનેક ઘણી તકલીફ પડતી હોય છે.
- જ્યારે તમારા શરીરમાં પાણી ઓછું થઇ જાય ત્યારે મોંમાંથી વાસ આવવા લાગે છે. જો તમે પાણી ઓછું પીવો છો તો તમારા મોંમાંથી વાસ આવે છે અને કોઇની સાથે વાત કરવામાં પણ શરમ અનુભવાતી હોય છે. જ્યારે તમારા મોંમાંથી વાસ આવવા લાગે ત્યારે સમજી લો કે તમારા શરીરને પાણીની બહુ જરૂર છે. દિવસમાં 2-3 લીટર દરેક વ્યક્તિએ પાણી પીવું જોઇએ. જો તમે દિવસ દરમિયાન રેગ્યુલર આટલું પાણી પીવો છો તો તમે આ બધી તકલીફમાંથી બહાર આવી શકો છો.


















































