કેન્સર શબ્દનું નામ સાંભળતા જ આપણા મનમાં એક ડર લાગે છે. કારણ કે જો કેન્સરની જાણ વહેલી થઈ જાય તો તેનો ઈલાજ સંભવ છે. પણ જો કેન્સરની જાણ છેલ્લા સ્ટેજમાં થાય તો બચવું મુશ્કેલ થઈ જાય છે. પણ જો જીવનમાં સાવચેતી રાખવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.
ન્યુઝ પેપર એ મોટાભાગના ઘરમાં આવે છે અને જેના ઘરમાં ન આવતું હોય તેના ઘરમાં પણ તમને જુના ન્યુઝપેપર તો જોવા મળશે જ. કારણ કે લેડીઝની આદત હોય છે કે કંઈ પણ વસ્તુ મુકવી હોય તો તે છાપામાં વીંટીને મુકી છે. પણ શું તમે જાણો છો કે છાપામાં મુકેલી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે કેટલીક જોખમી છે…
આપણે જોયુ હશે કે બજારમાંથી આપણે સમોસા, કચોરી, ભેળ, પાણીપુરી સહિતની ઘણી વસ્તુઓ લેતા હોય છીએ. જે તમામ વસ્તુઓ છાપામાં વીંટીને જ આપાવમાં આવે છે. અથવા તો ઘરમાં પણ કોઈ પણ નાસ્તો કે જમવાનું આપણે છાપામાં વીંટતા હોય છે. આપણે રોટલી પણ છાપામાં વીંટતા હોય છીએ..
ગરમા ગરમ ગાઠીયા પણ છાપા જ આપાવમાં આવે છે. પણ તમને જણાવી દયે કે જે પણ વસ્તુ ગરમા ગરમ છાપામાં વીટવામાં આવે છે તે છાપાની પ્રિન્ટિંગની સહી એ ભોજન પર લાગી જાય છે. જે આપણા શરીરમાં જાય છે. આ સાહિમાં ડ્રાય આઈસોબ્યુટાઈલ ફટાલેટ અને આઈસોસ્યુટાઈલ જેવા જોખમી કેમિકલ હોય છે. જ્યારે આ કેમિકલ ગરમ ભોજનના સંપર્કમાં આવે છે ત્યારે બાયોએક્ટિવ તત્ત્વ સક્રિય કરી દે છે, આથી એ ભોજનમાં મિક્સ થઈ જાય છે અને ઝેરી તત્ત્વો આપણા પેટ સુધી પહોંચી જાય છે.
જે આપણા પાચનતંત્રને ખરાબ કરે છે. આ કેમિકલવાળુ ભોજન ખાવાથી ફેફસાના રોગ અને શરીરના હોર્મોન્સનું સંતુલન બગડી જાય છે. જેના કારણે પ્રજનન ક્ષમતા નબળી પડે છે. આ ઝેરી કેમિકલ સ્કિન રોગ, પેટમાં દુખાવો અને ગેસની તકલીફ થાય છે.
જેથી ગરમા ગરમ રોટલીને પણ છાપામાં વીટવી જોઈએ નહીં. આ સાથે જ ઘણા લોકો ટીફીનની રોટલી ફોઈલ પેપરમાં વીટે છે. તે પણ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ઘરમાં પણ કેસરોલમાં ચોખ્ખું કપડું મૂકો અને પછી રોટલી મૂકો. ઘણા લોકો રોટલી મૂકવા માટે ફોઈલ પેપરનો ઉપયોગ કરે છે. હોટલમાંથી ભોજન ઓર્ડર કરો ત્યારે પણ રોટલી ફોઈલ પેપરમાં જ આવે છે. આ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. ફોઈલ પેપરમાં રોટલી મૂકવાથી કેન્સર થઈ શકે છે. રોટલી મૂકવા માટે કપડાનો ઉપયોગ કરો, પરંતુ આ કપડું ચોખ્ખું હોવું જોઈએ.


















































