બગડતી લાઇફસ્ટાઇલ અને અનિયમિત ખાનપાનને કારણે વધતુ વજન દરેક લોકો માટે એક મોટી સમસ્યા બની ગઇ છે. બેલી ફેટ હોય કે પછી જાંધની ચરબી હોય..પોતાને પરફેક્ટ દેખાડવાના ચક્કરમાં લોકો જીમમાં જઇને અનેક ઘણી મહેનત કરતા હોય છે. જો કે ઘણાં લોકો તો વજન ઉતારવા માટે ખાવાપીવાનું પણ છોડી દેતા હોય છે.

તમને જણાવી દઇએ કે જો તમે પણ ખાવા-પીવાનું છોડીને વજન ઉતારી રહ્યા છો તો તમારી હેલ્થને એ અનેક રીતે નુકસાન કરે છે. તો જાણી લો તમે પણ આ આસાન ટિપ્સ વિશે જેની મદદથી તમે સડસડાટ વજન ઉતારી શકશો.
આ રીતે કેલરીને ઓછી કરો
એક્સપર્ટના જણાવ્યા અનુસાર એક અઠવાડિયામાં ½ કિલોગ્રામ વજન ઓછું કરવા માટે રોજ 500થી વધારે કેલરી બર્ન કરવી ખૂબ જ જરૂરી છે. આમ, જો તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો સૌથી પહેલા કેલરીની માત્રાને ઓછી કરો.
વર્કઆઉટ કરો
વજન ઘટાડવા માટે ડાઇટિંગ નહિં, પરંતુ વર્કઆઉટ પણ એટલું જ જરૂરી છે. વર્કઆઉટ કરવાથી કેલરી બર્ન થાય છે અને સાથે-સાથે તમે ફિઝિકલ એક્ટિવ પણ રહો છો. જો તમે ડાયટિંગ નથી કરી શકતા તો તમારે વર્કઆઉટ તો અચુક કરવું જોઇએ.
રોજના 10 હજાર ડગલાં ચાલીને કેલરી બર્ન કરો
જમ્યા પછી દરેક લોકોએ 10 હજાર ડગલાં ચાલવા જોઇએ. ખાસ કરીને ભોજન કર્યા પછી વજન વધતું હોય છે. જો તમે વજન ઓછુ કરવા ઇચ્છો છો તો તમારે રોજના 10 હજાર ડગલા જમ્યા પછી ચાલવું જોઇએ. નાસ્તો, લંચ અને ડિનર કર્યા પછી અચુક ચાલવાનું રાખો. આ સાથે જ વજન ઓછુ કરવા માટે તમે આહારમાં પ્રોટીન અને ફાઇબરને એડ કરો. આ સાથે જ સવારે ઉઠીને બને એમ વધારે પાણી પીવો જેથી કરીને બોડી હાઇડ્રેટેડ રહે.


















































