લોકોને ડાયાબિટીસ, બ્લડપ્રેશર સહિતની બીમારીઓ વધી ગઈ છે ત્યારે તેનું સૌથી મોટું કારણ એ જ કે આપણી રોજિંદી લાઇફ સ્ટાઇલ બદલવી પડશે. અત્યારે તેમાં આપણે જ જવાબદાર છીએ. આપણે જ આપણી જીવનશૈલીને સુધારવી પડશે. તેના માટે સૌથી પહેલા રાત્રે સુતા પહેલા અને જમવાનો સમય છે તેની વચ્ચેના બે અઢી કલાકનો ગાળો રાખો એટલે કે જમ્યા બાદ અઢી કલાક પછી સૂઈ જાઓ.

જમવાનું લેટ થાય રો દૂધ અને ફ્રુટસ ખાઓ નહિતર બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીઓ થઈ શકે છે તેમાં પણ પેટને લગતા રોગો તેના કારણે વધી રહ્યા છે. જેથી લેટ કામ કરવાની જગ્યાએ લાઈફસ્ટાઈલમાં બદલાવ લાકો. નહીંતર અનેક પ્રકારના રોગોનો શિકાર આગામી સમયમાં બનશો.
મોટાભાગના યંગસ્ટર્સને આ પ્રકારની ટેવ છે. આ ઉપરાંત જોબ કરવાની ટેવ ધરાવતા લોકો ટીવી જોતા જમે છે અને જમીને ટીવી જોતા સૂઈ જાય છે જેનથી અનેક પ્રકારની સમસ્યાઓ થઇ રહી છે.


















































