નમસ્કાર દોસ્તો,
જેમ આપણે જોયું કે હમણાં નવરાત્રિમાં અમુક તિથિઓ ભાગી તિથિઓ હતી, જેને લઈને આઠમ-નોમના દિવસે માઈભક્તોને હવન તથા નૈવેદ્યના દિવસો માટે થઈને ભારે મૂંઝવણ હતી.એ જ ઘટના હવે દિવાળીના તહેવારમાં પણ ફરી બની રહી છે, જેને લઈને હું, આદિત શાહ આપની સમક્ષ ધનતેરસથી લઈને લાભપાંચમ સુધીના તથા એ પહેલા ચોપડાં અને સોનું-ચાંદી કે ઝવેરાત ખરીદવાના મુહૂર્ત લઈને પ્રસ્તુત થઈ રહ્યો છું.
|
તિથિ-તહેવાર |
તારીખ તથા મુહૂર્તનો સમય |
વિગત |
|
પુષ્ય નક્ષત્ર |
તા. 07.11.2020, શનિવારે સવારે 08.05 થી તા. 08.11.2020, રવિવારે સવારે 08.46 સુધી (રવિવારે સવારે 08.46 સુધી રવિપુષ્ય યોગ)
ચોપડાં – જ્વેલરી ખરીદવા માટે તા. 07.11.2020 દ્વિ. આસો વદ છટ્ઠ સવારે 08.13 થી 09.36 બપોરે 12.23 થી 16.38 સાંજે 17.57 થી 19.34 |
સોનું-ચાંદી-રત્ન-ઝવેરાત તથા રોજમેળ-ચોપડા વગેરેની ખરીદી |
|
ધનતેરસ |
તા. 13.11.2020, શુક્રવારે સાંજે 06 વાગ્યા સુધી ચિત્રા નક્ષત્રયુક્ત યોગ | યમદીપ દાન, ધનપૂજન, લક્ષ્મીપૂજન, ધન્વંતરિ પૂજન |
|
કાળી ચૌદશ, રૂપચૌદશ, નરક ચતુર્દશી |
તા. 13.11. 2020, શુક્રવારે સાંજે 06.01 થી તા. 14.11.2020, શનિવારે બપોરે 02.18 સુધી |
હનુમાનજીનું પૂજન (તા. 13.11.2020 ના રોજ રાત્રે 11.06 સુધી ચિત્રા નક્ષત્રમાં કરવું. એ પછી સ્વાતિ નક્ષત્ર શરૂ થશે.) |
|
ઘંટાકર્ણવીર પૂજન (મહુડીમાં હવન બપોરે 12.39 કલાકે), મહાકાળી પૂજન, ભૈરવજી પૂજન, તાંત્રોક્ત પૂજન, યંત્ર (મશીન) પૂજન (તા. 14.11.2020 ના રોજ સૂર્યોદય થી બપોરે 02.18 સુધીમાં કરી લેવું) |
||
|
દિવાળી |
તા. 14.11.2020, શનિવારે બપોરે 02.19 થી શરૂ થશે. રાત્રે 08.09 સુધી સ્વાતિ નક્ષત્ર યુક્ત દર્શ અમાવસ્યા |
લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન, શારદા પૂજન, પ્રભુ મહાવીર નિર્વાણ કલ્યાણક |
|
પડતર દિવસ |
તા.15.11.2020, દ્વિ. આસો વદ અમાસ |
ગોવર્ધન પૂજા |
|
નૂતન વર્ષ અને ભાઈબીજ |
તા. 16.11.2020 કારતક સુદ એકમ | નૂતન વર્ષ પ્રારંભ, બીજનો ક્ષય, બપોર પછી ભાઈબીજ (યમદ્વિતિયા) મનાવવી. |
|
લાભપાંચમ |
તા. 19.11.2020, કારતક સુદ પાંચમ, સવારે 06.58 થી 08.20, સવારે 11.04 થી 13.48 સુધી |
જ્ઞાનપંચમી સવારે 09.39 સુધી પૂર્વાષાઢા નક્ષત્રમાં, ત્યાર બાદ ઉત્તરાષાઢા નક્ષત્ર બેસસે. |


















































