“એક એકકું એક, બે એક્કા બે..”
ધમો બારીની બાર ઊભો ઊભો શિક્ષક ભણાવે એ સાથે ગણ ગણતો હતો અને તેની પાસે રહેલી એક ફાટેલી ડાયરીમાં અંકિત કરતો જતો હતો. ખૂબ જ લાઘવ ભાવથી એ એક એક શબ્દ શિખતો હતો.
અચાનક પાછળથી તેને કોઈકએ એક ટપલી મારી, “એ ધમલા, અહીંયા બરોબર પોતું માર હાલ અને ક્યારનો તને અવાજ પાડુ છું ભાન નથી પડતી જવાબ દેવાની.. જા સામે ચા ની લારીએથી પ્રિન્સિપલ સાહેબ માટે ચા લઈ આવ.” એ પોતા મારતા મારતા ધમાના ઘડિયા પણ ધોવાઈ ગયા અને ઉકળતી ચા સાથે તેનું ભવિષ્ય પણ વરાળ બની ઊડી ગયું.


















































