“ઓ શાયર ચલ ચલ ભાઈ તારી શાયરીઓ તું પછી કરજે શોપ બંધ થઈ જશે. ચલ ફટાફટ કર.”
“હા હા… ચલ જલ્દીથી તારી પ્રિન્સેસ માટે એક સરસ મજાની પ્રિન્સેસ લઈ લો. એ પ્રિન્સેસથી યાદ આવ્યું મારે પણ જોઈએ છે મારા સપનાની પ્રિન્સેસ…..”
“ઓ શાયર… મારી દીકરીનો બર્થડે છે…એ કાતિલ નયનો ને હસતો ચહેરો ને એ બધું પછી હા અત્યારે નહિ હો …”
“પણ વાત તો સાંભળ.. ખરેખર મારા સપનાની પ્રિન્સેસ કેવી છે એતો જો …”
“એ જોઈ હો.. ખબર છે તારી દર વખત ની ઘસાઈ ગયેલી સ્ટોરી. બેકલેસ નહિ પણ નેક પણ ના દેખાય એવો બ્લાઉઝ અને સાડી એ રીતે બાંધે કે કમર પણ ઢંકાઈ જતી હોય… ખુલ્લાં અને લાંબા વાળ એક જ તરફ રાખે.. આંખમાં કાજલ નહિ અને હોઠ પર લિપસ્ટિક નહિ પણ તોય તારી નજર એનો ચેહરો ના છોડે … નાની સરખી બિંદી અને નોઝરિંગ એને ગમે એવી….એક હાથમાં ઘણી બધી કાચની ચુડીઓ અને એક હાથમાં કલમ.. જેનાથી એ પોતાનો ઓટોગ્રાફ તને આપતી હોય અને હા મીડીયમ હીલ ની સેન્ડલ સાથે ઝીણો અવાજ કરતી પાયલ… બસ થઈ ગયું ને તારી સપનાની પ્રિન્સેસ નું વર્ણન…હવે સામે જે શોપ દેખાય એ છેલ્લી ખુલ્લી છે ત્યાંથી લેવું પડશે. એમ પણ બહુ મોડું થઈ ગયું છે ને તું તારી પ્રિન્સેસને લઈને બેઠો છે. આજે મારી પ્રિન્સેસ નારાઝ થઈ, તો તું ગયો તારા લીધે હું મોડો પડ્યો છું.”
“હા બસ એક વસ્તુ રહી ગઈ એનું નામ.. “કલ્પના !” એનું નામ કલ્પના હોઉં જોઈએ કેમ કે એ મારી કલ્પના છે.”
“હા.. હા.. હવે.”
બન્ને એ શોપમાં જાય છે. શોપ પણ થોડી જ વારમાં બંધ થવાની હતી. શોપનો માલિક એની દીકરીને બિલ બનાવી આપવા કહે છે અને ત્યાં સુધી એ બીજાં ગ્રાહકોને વસ્તુઓ બતાવે છે.
“મારે એક સરસ ઢીંગલી જોઈએ છે. આજે મારી દીકરીનો જન્મદિવસ છે તો.”
ઓહહ..
“હા તો મને સરસ ડૉલ બતાવોને..”
“હા જરૂર..”
“ઓય શાયર આમાંથી એક સરસ પ્રિન્સેસ પસંદ કર મારી પ્રિન્સેસને ગમે એવી.”
“અરે .. કેમ નહિ.. આ પિંક ફ્રોક વાળી ગુડિયા સરસ છે. તારી પ્રિન્સેસને જોતાં જ ગમી જશે.”
“હા છે તો સરસ. ચાલો ત્યારે પેક કરાવી દઈએ. ભાઈ અમારું ગિફ્ટ પેક કરી બિલ રેડી કરી દો ને.”
“હા તમે બિલ કાઉન્ટર પર જતાં રહો. કલ્પના… આમનું બિલ બનાવી દેજે બેટા. જાઓ તમને બિલ અને ડૉલ મળી જશે ત્યાં.”
બન્ને બિલ કાઉન્ટર પર જાય છે. ત્યાં તો… એ જ બ્લાઉઝ.. એ રીતની જ સાડી..એવા જ વાળ અને બિંદી… કાજલ વિનાની આંખો ને લિપસ્ટિક વગરના હોઠ…નોઝરિંગ…કાચની ચુડીઓથી ભરેલો હાથ અને કલમ પણ… મીડિયમ હિલ સાથે આછો અવાજ કરતી પાયલ. અને અધુરામાં પૂરું એનું નામ…. “કલ્પના” !
“શાયર..તારી કલ્પના ! કેવી રીતે શક્ય છે ? તું કલ્પનાની કલ્પના કરતો હતો ?”
Excuse me સર તમારું બિલ અને ગિફ્ટ. 500 /- Rs.
“કલ્પના..”
“yes સર કોઈ તકલીફ ??”
“ના ના.. આ લો પૈસા.”
“Thank you સર.”
“શાયર..શાયર.. તું ઠીક છે ને ?..”
“હા.. “કલ્પના…”
“હા હા એ થઈ ગયું ચલ હવે.”
બંને ત્યાંથી નીકળી જાય છે પણ શાયર હજી કલ્પનામાં છે. “તો શાયર આખરે તને તારી કલ્પના મળી જરૂર…”
“હા મળી જ ગઈ આખરે મારી કલ્પના… કલ્પના પણ મળી અને બિલ પર એનો ઓટોગ્રાફ પણ… અને એની શોપ પર એની ફેમિલી ફોટોમાં એની ત્રણેક વર્ષની નાની પ્રિન્સેસ અને એનો પ્રિન્સ પણ..” એટલું કહેતાં બન્ને ખડખડાટ હસી પડે છે.. “ચલો શાયર આ વાત ઉપર જ કંઈક સંભળાવો…”
“જરૂર જરૂર…
“કોઈ કલ્પના અધૂરી નથી શાયર વિના આ દુનિયામાં,,
કોઈ શાયર પૂરો નથી કલ્પના વિના આ દુનિયામાં…”
Related