સ્ત્રી વ્યક્તિત્વ સમજવું સહેલું છે તેની આંસુ ભરેલી આંખો બધું જ કહી શકે…
પણ પુરુષનું બિચારાનું શું? એની આંખો ભલે આંસુ ના સારતી હોય પણ તેનું હ્ર્દય આંખો થી એ વધારે રડતું હોય છે.
સ્ત્રી પોતાની લાગણી બોલી ને પણ હળવી થઈ જાય, પણ પુરુષ બિચારા નું શું? એ તો ના કહી શકે ના સહી શકે.
મીણ જેવું હૃદય ભલે સ્ત્રીનું હોય અને પુરુષનું નારીયેલ જેવું હોય પણ અંદર થી એટલું જ પોચું હોય છે…
પુરુષ હજારો શબ્દો મૂંગા મોઢે સહન કરે છે…કેટલીય ઈચ્છાઓ દિલમાં દફન કરી ફરતો હોય છે જરૂર શું હોય અને ફક્ત ને ફક્ત સાંજ પડે બે સારા શબ્દોની,
માતા પિતા પત્ની અને બાળકો વચ્ચેની દુનિયામાં ક્યારેક એ પોતાના વ્યક્તિત્વને પણ ભૂલી જાય છે.
જરૂર છે ફક્ત એને સમજાવવાની, સ્ત્રી ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન તો છે જ પણ પુરુષ ઈશ્વરનું એ કોમળ અને ધૈર્યશીલ સર્જન છે જે દરેક પરિસ્થિતિ માં સ્થિર હોય છે.


















































