“એ તારી માએ રસોઈ શીખવાડી છે કે નહી….કંઇ ભલીવાર નથી આજ ખાવામાં…” વહુ પર બબડતા બબડતા માડીએ જમાવાનુ પુરુ કર્યું.
પછી ટેલિવિઝન પર સ્વામીજીનો સત્સંગ નિહાળે છે.સ્વામીજી ક્રોધ પર વકત્વ્ય આપી રહ્યાં હતાં.
માજી સાંભળતા સાંભળતા બબડે છે, “ખરેખર આ ક્રોધ બૂરી બલા છે કોઈએ જીવનમાં ક્રોધ કરવો ન જોઇએ….”


















































