દીકરી, તું સુખી જીવન જીવીશ, અમે જે કરી રહ્યા છે તે તારા ભલા માટે જ કરીએ છે ! આ પ્રેમ, પ્યાર આ બધું તો માત્ર ભટકેલો રસ્તો છે એના ઉપર ચાલી કોઈ ક્યાંય પહોંચતું નથી ! તું એને ભૂલી જા ! તું ધર્મ અને સમાજના રસ્તે ચાલ ! હવે આરીઝ તારો પતિ છે. એ જ તારું સર્વસ્વ છે.એના પાસે એ બધું છે જે ઓલા કંગાળ બદર પાસે નથી !
આરેફાની વિદાઈ થઇ ગઈ!
——————————————————————————————————-
દસ વર્ષનો સમય વીત્યો !
‘હવે મારાથી સહન થતું નથી ! મારું કોઈ જીવન નથી!હા મોટી હવેલી જેવું ઘર, ગાડી, બધું છે પણ પ્રેમ,લાગણી જ નથી, આજે આરીઝ આવશે એટલે વાત કરીશ.’
‘આરીઝ, તમે મહિના મહિના સુધી બહાર રહો છો, તમારા ઘણી બધી સ્ત્રીઓ સાથે સંબંધ છે. મારાંથી આ બધું સહન નથી થતું.’
“સરસ, તે તો મારાં દિલની વાત કરી, સહન તો હું પણ નથી કરી શકતો તને !. તારા રૂપ માટે તારા સાથે લગ્ન કર્યા હતા. મને તારું શરીર જોઈતું હતું અને તારા માં બાપને રૂપિયો પૈસો અને સમાજમાં ઈજ્જત અને ખોટી નામના જોઈતી હતી. મેં તારું શરીર માણ્યું, હવે તારામાં કઈ બચ્યું નથી. મને હવે તું જરા પણ ગમતી નથી! હું તને તલાક આપું છું અને હવે હું દાનિન સાથે નિકાહ કરીશ!
આરીઝ એ હાથ પકડ્યો અને આરેફાને ઘરની બહાર કાઢી મૂકી.
——————————————————————————————————-
આરેફાના માતા પિતા મૃત્યુ પામ્યા હતા. તે તેના સગા સબંધીના ઘરે ગઈ પરંતુ કોઈએ તેને આશરો આપ્યો નહિ ! જે સમાજ માટે તે જીવતી હતી, જે ધર્મ માટે તે જીવતી હતી, જેના માટે તેણે બદરને અપમાનિત કરીને પોતાના જીવનમાંથી બહાર કર્યો હતો એ જ સમાજ અને ધર્મે એને કોઈ મદદ ના કરી. મદદ તો ના કરી પરંતુ ટોણા અને અપમાનના ગુલદસ્તા આપ્યા.
થોડા બચતના પૈસા હતા તેમાંથી તે ગુજરાન ચલાવતી હતી.તેની એક નાનો ઓરડો ભાડે રાખી રહેવા લાગી.તેણીની તબિયત દિવસે દિવસે લથડતી હતી. પૈસા ખૂટવા લાગ્યા હતા અને તેણીની ચિંતા વધી રહી હતી.એક દિવસ તે બજારમાં ખરીદી કરી રહી હતી અને ત્યાં બેહોશ થઇ પડી ગઈ. બધા માણસો ત્યાં આવ્યા. એક યુવાન અને એક આધેડ ઉમરના સ્ત્રી તેની મદદે આવ્યા.
“આ સામે જ મારું ઘર છે, તેણીને ત્યાં લઇ જઈએ.’ યુવાને તે આધેડ ઉમરની સ્ત્રીને કહ્યું.
બંને તેણીની ઘરે લઇ ગયા અને તેને પલંગ ઉપર સુવડાવી.થોડી વાર પછી તે ભાનમાં આવી.પેલા તો તેને કઈ સમજ ના પડી અને તે હેબતાઈ ગઈ. પહેલી આધેડ ઉમરની સ્ત્રીએ તેને શાંત કરી અને આખી ઘટનાની વાત કરી.તે જયારે થોડી સ્વસ્થ થઇ ત્યારે યુવાને તેને તેના ઘરે મૂકી આવ્યો.
બીજે દિવસે આરેફા બજારમાં હતી ત્યારે થોડે દૂર તેણે તે યુવાનને જોયો અને તેને બોલાવ્યો.બંને મળ્યા અને તે દિવસથી જયારે સમય મળતો બંને મળતા અને તેમની મિત્રતા સમૃદ્ધી પામતી ગઈ. આ દરમિયાન આરેફાએ તેની સંપૂર્ણ વાત તે યુવાનને કરી.તે યુવાને તેનું નામ અયાન કહ્યું હતું.
_________________________________________________________________________________
‘તું નોકરી કરવા કરતા પોતાનું કોઈ કામ કેમ નથી કરતી. તને બ્યૂટી પાર્લરનું કામ આવડે છે તો એ કેમ નહિ કરતી.
‘ તે મેં ઘણા વરસો પહેલા શીખ્યું હતું.પોતાનું કરવા પહેલા મને ફરી તેનો પ્રયાસ કરવો પડે. કોઈને ત્યાં કામ કરવું પડે.’
‘તો એ કર!’
તેણીએ શોધ કરી અને તેને એક પાર્લરમાં કામ મળી ગયું. તે દિલથી કામ કરવા લાગી અને વરસ દિવસમાં નિપુણ બની, તે કામ સાથે તે ઘર ઘર જઈને પણ તે કામ કરતી. હવે તેણી પાસે બચત પેટે એક લાખ રૂપિયા હતા અને મનમાં પોતાના પાર્લર કરવાનો આત્મ વિશ્વાસ હતો.
‘મારા પાસે એક દુકાન ખાલી પડી છે. તેમાં અત્યારે તું પાર્લર બનાવ. સમય પસાર થયો અને તે ખૂબ જ પ્રખ્યાત થઈ, ત્રણ વર્ષ વીત્યા અને તેની પાસે ૩૦ લાખ રૂપિયા ભેગા થઇ ગયા. તે મૂડી અને બેંકની લોન લઈને તેણીએ શહેરનું સૌથી મોટો પાર્લર બનાવ્યું. આજે હું અયાનને કહી દઈશ કે હું એને પ્રેમ કરું છું.અમે બંને લગ્ન કરીશું અને હંમેશા સાથે રહીશું’ તે મનોમન વિચારી રહી હતી.
ઉદઘાટ્નનો સમય થઇ ગયો હતો પરંતુ અયાન હજુ સુધી આવ્યો નહોતો, આખરે આરેફા તેને બોલાવવા તેના ઘેર પહોચી. ઘરે કોઈ નહોતું, અયાન જે ખુરસી ઉપર આરામ કરતો ત્યાં તેણીની નજર ગઈ. ત્યાં એક ચિઠ્ઠી પડી હતી.તેણીએ ચિઠ્ઠી હાથમાં લીધી અને ધડકતા દિલે ખોલી.
‘આરેફા,હું કોઈ અયાન નથી.હું બદર છું. તારા લગ્ન પછી હું ખૂબ જ તૂટી ગયો હતો. તારા જવાનું દુઃખ મારા માટે અસહ્ય થઇ પડ્યું હતું. હું માની જ ના શક્યો કે તું હમેશા માટે મારી જીંદગીમાંથી ચાલી ગઈ.તને છેલ્લી વખત જોઈ પણ ના શક્યો. તારો વિરહ અસહ્ય હતો. પરંતુ સામાન્ય ઘરના છોકરા માટે કોઈના વિરહમાં દુઃખી થવું પણ હીરા મોટી સમાન હોઈ છે. તેને તેના દુઃખ કરતા માં બાપ ના સુખનો વિચાર કરવાનો હોય છે.મેં પણ તેજ કર્યું મારી નોકરી કરવા લાગ્યો અને માં બાપની સેવામાં લાગી ગયો. સમય વીતતો ગયો,તારા વિરહનું દુઃખ એ વધતું ગયું. પાંચ વર્ષ વીત્યા અને મારું હાર્ટ અટેકથી મૃત્યુ થયું.મૃત્યુ બાદ મને કોઈ પીડા નહોતી. હું ખૂબ જ સુખી અને સમૃધ થઇ ગયો પરંતુ હા મા બાપ અને તારી ચિંતા હતી. તમારા જીવન અને સપનાઓની ચિંતા હતી.મને તમારી સતત ફિકર હતી. અને આજ ફિકર દૂર કરવા અને તમારા સપના સાકાર કરવા હું ઈશ્વર પાસેથી થોડી મહોલત લઈ અને અયાન બનીને આવ્યો હતો.આ ત્રણ વર્ષ દરમિયાન મેં એક હોટેલ ખોલી અને તે મારા મા બાપના નામ કરી છે જેનાથી મારા મા બાપ સુખેથી જીવે. તું મને કહેતી કે તું પાર્લર ખોલવા માંગે છે, એ તારું સપનું છે તો એ સપનું પણ આજે પૂરું થયું.મારું કામ અને મોહલત પૂરી થઇ.હવે હું પાછો ઈશ્વરના ધામ આવી પહોંચ્યો છું.તારું અને મારા માં બાપનું ધ્યાન રાખજે.
લી.
બદર
આરેફાની આંખો અશ્રુની નદી બની. તે કહી બોલી ના શકી.તે બદરના ઘરે ગઈ તને માતાપિતાને પાર્લર લઇ આવી અને તેમના હસ્તે તેનું ઉદઘાટ્ન કરાવ્યું અને તે દિવસથી જ તે તેમના સાથે રહી અને તેમની દેખરેખ કરવા લાગી.


















































