પંદરેક દિવસ અગાઉથી જ જેની ઉજવણી ની તૈયારીઓ થવા લાગે અને એમાં ઘરનું કોઈ સદસ્ય બાકાત પણ ના રહે એવો તહેવાર એટલે દિવાળી.. દરેક પોતપોતાના ઘર ની સાફસફાઈ કરાવે, કલર કરાવે અવનવી સુશોભન ની વસ્તુઓ થી ઘર ને રોશન કરે..
તમને કદાચ યાદ જ હશે કે સાફસફાઈ માં જેમાં સૌથી વધુ મહેનત કરવી પડે એ છે માળિયું.. કદાચ ગામડામાં એને છાજલી પણ કહેતા હશે.. અને માળિયાની ખાસિયત છે કે જેમ ઊંડા જઇયે એમાં કઈ અવનવી જૂની પુરાની વસ્તુઓ હાથ આવે..
પછી એ ફોટોનું આલબમ હોય, કે જેમાં આપણાને ઘરના દરેક સભ્યોના અલગ અલગ લૂકનું collection હોય કે પછી સેવ પાડવાનો પિત્તળ નો સંચો, સેવ પાડવાનું લાબું પાટિયું હોય કે દાળ વહેંચવાનું કમાન્ડર.. અને હા પેલો દાદાજી નો રેડિયો તો ભૂલી જ ગયા..
કેટલી મજા આવે હે દિવાળી માં..
કોઈ જૂની વસ્તુ જોઈએ ને જૂની યાદો ફરી તાજી થવા લાગે..
પિત્તળનો સંચો જોઈએ તો અચાનક જ યાદ આવી જાય કે કેવી અવનવી ડિઝાઇનની સેવ પડતા.. પછી એને મમ્મી જૂની ચાદરમાં તડકે ધાબે સુકાવવા જતા.. ને છેલ્લે લેવા તો આપડે જ જવું પડતું..
અરે અને પેલું કમાન્ડર જે કોઈ ના લગ્ન પ્રસંગે જ વપરાતું.. પ્રસંગ ની પણ એ અનોખી મજા હતી. ઘર ના લોકો ધ્યાન પણ રાખતા કે કોણ આવ્યું ને કોણ નથી આવ્યું. કદાચ કોઈ ના આવ્યું હોય તો એમના માટે ડોલચા માં ઘરે જમવાનું પણ મોકલાવતા. અમે પાછુ મોકલવાની ચિંતા ના કરતા એવી રાહત પણ આપતાં.. કમાન્ડર થી પીરસેલી ગળી ચટાક દાળ ભાત સાથે જ જમતા ને છેલ્લે ખાલી વાડકી માં પણ સીંગ તો નહિ જ છોડવાની..
અરે પહેલા તો દિવાળી માં કોઈ ઘરે આવતું તો આખા ફળિયા માંથી ચાનું નિમંત્રણ અવશ્ય આવતું અને તમારે જવું તો પડે જ બોસ. જો ભૂલથી પણ ના ગયા ને તો ચા સામે થી તમારી પાસે આવી જાય એટલો પ્રેમ હતો એ પહેલાના લોકોમાં..
નાના બાળક ને વડીલ દ્વારા મળતા એ દસ રૂપિયાની નોટ નું પણ એક આગવું મહત્વ હતું. નવા વર્ષ માં આખા ગામ ના દરેક ઘરે ઘરે જઈ ને આશીર્વાદ લેતા ને જોડે મળી ને તહેવાર ની ઉજવણી કરતા..
આજે પણ એ જ તહેવારો આવે છે પણ ઉજવણી કરવાની રીત બદલાઈ ગઈ છે. ઘણા રિવાજો બદલાઈ ગયા છે.. વ્યસ્તતા ને ભાગદોડ ભરેલી આજ ની જિંદગી માં તહેવાર નું મહત્વ દિવસે દિવસે ઘટતું જાય છે. જે વસ્તુ બનાવવાથી આનંદ મળતો એ આજે બજાર માં થી ખરીદી લેવાય છે. જૂની વસ્તુઓ ને ક્યાંક ત્યજી દેવાય છે, અપૂરતો સમય હોવાથી ક્યાય જઈ શકાતું નથી આમ તો આપણા ફેમિલી ની જ વાત લઇ લો. શુ એમને પણ સમય આપી શકીયે છીએ ? પહેલા દિવાળી માં રૂબરૂ મળવા જવાનો રિવાજ હતો અને અત્યરે what’s App, Facebook, ઇન્સ્ટાગ્રામ નામના આ ટપાલીઓ દ્વારા દિવાળીની શુભકામનાઓ મોકલાય છે. એવુ નથી કે સમય નથી પરંતુ તહેવાર માં ફરવાનો મોહ નથી જતો. Tour પર જવાનુ ને મોજશોખ નું મહત્વ વધતું ગયું છે. આજે કોઈક તહેવાર પર આપણા ઘરે આવે તો દરવાજે લટકાવેલું તાળું એમનું welcome કરતું હોય છે આ છે આજના સમયના તહેવાર નું મહત્વ..
આશા રાખું કે આપની દિવાળી Whts app, facebook, કે instagram પર નહિ પરંતુ તમારા પોતાનાઓ ની સાથે ઉજવાય..
Engineer તરફ થી આપ સૌ ને દિવાળી ની ખુબ ખુબ શુભકામના..
Have a Happy n Safe Diwali..!
Related