“રોહન, પ્લીઝ મારી વાત સાંભળો.”
માયા એ ત્રીજી વાર આજીજી કરી.
“નહિ માયા. હવે બસ. તને જેટલું બોલવું હતું, તે બોલી લીધું. અને મને જેટલું સાંભળવું હતું, મેં એના કરતાં વધારે સાંભળી લીધું.”
“રોહન પ્લીઝ!”
“માયા, મને ઓફિસ માટે મોડું થાય છે. So cut it.” રોહન અરીસા સામે તૈયાર થઈ રહ્યો હતો. માયા પલંગ પર બેસી, એની સામે નિરાશા થી જોઈ રહી હતી.
“રોહન, મારો વિશ્ર્વાસ કરો, ટેન્ડર પાસ નથી થયું, એ વાત સમીરને મેં નહોંતી કરી.”
“તો તારા ભાઈને સપના માં ગણપતિ બાપ્પા કહી ગયા? You know he’s my competitor!”
રોહન એકદમથી ફર્યો અને માયા સામે આંગળી ચિંધી.
“તારો ભાઈ એટલો સારો મોકો હાથ માંથી કેમ જવા દેત ? એ તો રાહ જોતો હોય છે, મને નીચે પાડવા માટે. અને તે એને એ મોકો આપી દિધો.”
આ સાંભળી ને માયાની આંખ ભીની થઈ ગઈ. રોહન ક્યારેય એટલો વિવેકહીન ન્હોતો. આજે એને શું થઇ ગયુ હતું?
રોહન ખૂબ જ ગુસ્સામાં હતો. એને પણ ન્હોતી ખબર કે એ શું બોલી રહ્યો હતો.
લગ્ન જીવનના સુખદ દસ વર્ષે, રોહનનું આ રૂપ માયા માટે અત્યંત આશ્ચર્યજનક હતો.
માયા ઊભી થઈ અને રોહન પાસે જઇ ને એના છાતી પર હાથ મૂકી ને ખૂબ જ વિનમ્રતા સાથે ધીમે થી બોલી,
“રોહન, હું તમારી પત્ની છું. તમારું માન મારું માન છે. હું એનો અનાદર કેવી રીતે કરી શકું?”
– શમીમ મર્ચન્ટ

















































