26 માર્ચનો દિવસ હતો તેજલ એક ગુજરાતી ભાષાના કાર્યક્ર્મમાંથી પાછી આવતી હતી તેના મનમાં વિચારોનું વંટોળ ચાલતું હતું. સાહિત્ય પ્રિય વ્યક્તિ એટલે આવા બધા કાર્યક્રમોમાં તે મોટાભાગે હાજરી આપે જ.આજે વાત થોડી અલગ હતી.તેના મન અને મગજમાં કવિ અને લેખકો કરતાં તે કાર્યક્રમના ઉદઘોષક્નો પ્રભાવ હતો.આત્મવિશ્વાસથી છલોછલ એ ચહેરો , થોડા કાળાશ પડતાં મોટા ગુલાબી હોઠ,ભરાવદાર ચેહરો,શ્યામ રંગથી કંડારેલું શરીર તેની બોલવાની છટાથી એવું સ્પષ્ટ જણાતું હતું કે કાર્યક્રમનું સંચાલન કદાચ પહેલીવાર કરતાં હશે પણ ભાષા સાથે ઘણો જૂનો સંબંધ હશે. તેજલ ખૂબ સરળ યુવતી તે ખૂબ જલ્દી કોઈનાથી આકર્ષાઈ જાય તેવું તેના સ્વભાવમાં નહોતું પરંતુ આ વ્યક્તિત્વ તેને સ્પર્શી ગયું હતું.ઘરે આવી પોતાના કામે વળગી પણ તેના અજાગ્રત મનમાં તે અવાજના ભણકારા વાગ્યા જ રાખતા હતા.
તેજલ એટલે all rounder છોકરી જોઈ લો.પોતાના પરિવાર અને પોતાના અભ્યાસને ખૂબ કુશળતાપૂર્વક સંભાળતી.બીજા દિવસે તે જ્યારે પોતાનું Facebook એકાઉન્ટ ખોલે છે ત્યારે એ ચેહરો નજર સામે ફરી આવી ચડ્યો.નામ હતું, ‘મલય ત્યાગી’ અને તેમણે મિત્રતા માટેની અરજી મોકલી હતી(Friend Request). આ જોઈ તેજલ મલકાઈ ઉઠી,ગઈ કાલથી જે અવાજ માં મગજમાં રણકતો હતો એ વ્યક્તિ સાથે હવે વાતચીત થશે. તેજલે Request accept કરી અને સૌપ્રથમ મલયને કાર્યક્રમના સંચાલન બદલ અભિવાદન પાઠવ્યા. મલય ખુબ ખુશ હતો પ્રશંસા સાંભળીને ક્યાંક તેજલના મનમાં ઉઠતાં તરંગો મલયના મનમાં પણ ગલગલિયા કરતાં હતા. બંને એકબીજાથી અજાણ હતા એટલે પરિચય મેળવવામાં વાતો શરૂ થઈ બંનેના શોખ લગભગ સરખા હતા. બંનેના જીવનના લક્ષ્યો પણ મળતા આવતા હતા. બે જુદા જુદા વ્યક્તિત્વ હોવા છતાં જાણે ઘણા નજીક નજીક વાવેલા વૃક્ષો જેવા હતા. વાતોનું વાવેતર કરીને બંનેએ લાગણીના પાણીમાં મિત્રતાના સંબંધને ઉછેર્યો.
વાતચીતનો રોજનો ક્રમ થઈ ગયો હવે બંને લગભગ Social Media થી લઈને Socially એમ બંને રીતે સંપર્કમાં હતા. મેસેજ,ઓડિયો ક્લિપ,સેલ્ફી આ બધુ જ ધીરે ધીરે share થવા લાગ્યું. પોતાના બાહ્ય જગતની સાથે સાથે આંતરિક જગતમાં બંનેએ એકમેકને રહેવાની પરવાનગી આપી દીધી હતી.તેજલ અને મલય પોતાના જીવનની ઉમદા ક્ષણોને માણી રહ્યા હતા.બંને એકદિવસ ફોન પર વાત કરતાં હતા અને અચાનક તેજલે પુછ્યું
હિરલ જગડ

















































