‘એક એવી રીતે હું મારી સહનશક્તિ અજમાવું છુ…
જ્યારે દર્દ વધી જાય તો મૌન થઈ જાઉં છું,
ક્યારેક ખુશી થી છલકાઈ જાય છે મારી આંખો,
અને ક્યારેક ઉદાસી માં પણ મુસ્કુરાઈ જાઉં છું…’
એ એવી જ છે , નાની નાની વાતો માં રડવું અને કારણ વગર કલાકો સુધી ખડખડાટ હસવું, પેટ દુઃખવા લાગે ત્યાં લગી એ હસતી..
કેવી રીતે કરી શકે છે એ આટલી ભયંકર બીમારી હોવાં છતાંય… અને એને પણ પસંદ નથી કોઈ એ બીમારી વિશે વાત કરે ..
લગ્ન માટે મેં જ્યારે પ્રપોઝ કર્યું તો હસતા હસતા કહેવા લાગી..”મોઢું જોયું છે પોતાનું.. બંદર લાગે છે અને,મારા જેવી પરી પર લાઈન મારે છે“..
સાચું કહું બહુજ ખોટું લાગ્યું હતું મને ,જ્યારે એણે આવું કહ્યું હતું,કસમ થી ego બહુજ hurt થયો હતો..અને કેમ ન થાય આટલો handsome છું, જૈન વાણિયો છું,સારી પોસ્ટ પર જોબ કરું છું અને લાખો કમાઉ છું..પણ એ છોકરી એ નફ્ફટાઈ થી ના કહી દીધું હતું,પછી હું એને મારાથી નિમ્ન સ્તર ની સમજવા લાગ્યો હતો..
માણસ ની આજ તો આદત હોય છે ને કે કોઈ આપણને કોઈ વાત માં ના કહી દે એટલે આપણે એનામાં બુરાઈ શોધવા મંડી પડીએ….
હું પણ આટલાં મહિનાઓ થી એજ કોશિશ કરતો રહ્યો એના માં કમી શોધવાની, એક નાકામ7 કોશિશ રોજ કરતો રહ્યો જેથી એને જઈ ને કહી શકું કે ” તું એટલી પણ સુંદર નથી કે કોઈ જોતાવેંત તારા પ્રેમ માં પડી જાય,થોડીક શ્યામ રંગ ની છે તું , અને તું હસે છે ત્યારે કઈક વધારે પડતું હસે છે, તારા વાળ સુઘરી ના માળા જેવા છે અને તું જ્યારે અંબોડો લે છે ત્યારે ના તારા પર ‘western કે indian outfit’ કંઈજ ઝચતુ નથી, તને મેકઅપ કરતાં પણ નથી આવડતું અને લિપસ્ટિકની પણ તને કોઈ જ સેન્સ નથી તને, બહુજ કમી છે તારામાં , આભાર માનવો જોઈએ મારો તારે કે મેં propose કર્યું , નહીંતર કોઈ પણ છોકરો તારી સાથે લગ્ન પહેલાં છૂટાછેડા લઈ લે, સાંભળ બહુ જ ખરાબ દેખાય છે તું, એકદમ બદસુરત..
હેતલ વોરા


















































