વેલેન્ટાઇન વીક શરૂ થાય એટલે ઉજવણી શરૂ થઇ જાય. 7 ફેબ્રુઆરીથી લોકો દિવસ મનાવવાનું શરૂ કરે તો 14 ફેબ્રઆરી સુધી લોકો આ દિવસોને એન્જોય કરતા હોય છે. બસ તો કાલે એટલે કે 10 ફેબ્રુઆરીના રોજ છે ટેડી ડે….આમ, જો તમે પણ મુંઝવણમાં છો કે તમારી ગમતી વ્યક્તિને કયુ ટેડી આપવું તો જાણી લો રંગોની ભાષામાં ટેડી બિયરનો અર્થ.

બ્લુ ટેડી બીયર
બ્લુ રંગનું ટેડી તમારા સ્ટ્રોંન્ગ પ્રેમનું પ્રતીક છે. બ્લુ રંગનું ટેડી ગિફ્ટમાં મળે તો તમે ઘણાં લકી છો. જો તમને કોઇ બ્લુ રંગનું ટેડી આપે તો સમજી લો કે એ વ્યક્તિ તમારા પ્રેમમાં ડુબી ગઇ છે.
ગ્રીન રંગનું ટેડી બીયર
ગ્રીન રંગનું ટેડી દેખાવમાં ખૂબ જ મસ્ત લાગે છે. ગ્રીન કલર પ્રકૃતિ અને તાજગી સાથે સંકળાયેલો છે. જ્યારે તમને કોઇ ગ્રીન ટેડી ગિફ્ટમાં આપે તો સમજી લો કે તમારો પાર્ટનર તમારી રાહ જુએ છે.
રેડ ટેડી બીયર
લાલ રંગના ટેડીનો અર્થ તો મોટાભાગના લોકોને ખબર જ હોય છે. રેડ ટેડી કોઇ આપે તો એની ખુશ જ આપણને કંઇક અલગ જ હોય છે. રેડ ટેડી તમને કોઇ આપે તો સમજી લો કે એ તમને ખૂબ પ્રેમ કરે છે.
ઓરેન્ડ ટેડી બીયર
ઓરેન્જ કલરનું ટેડી ખુશી, આશા અને ધૂપનું પ્રતીક છે. તમે જો કોઇને ઓરેન્જ કલરનું ટેડી ગિફ્ટમાં આપો છો તો એને ખૂબ જ ગમશે અને એ તમારી પર ફિદા થઇ જશે.
વ્હાઇટ ટેડી બિયર
સફેદ રંગ શાંતિનું પ્રતિક છે. વ્હાઇટ રંગનું ટેડી પોતાના પ્રેમ પ્રત્યે પહેલાંથી જ અડગ છે.
યલો ટેડી બિયર
પીળો રંગ સકારાત્મકતાનું પ્રતીક છે. માનવામાં આવે છે કે આ દિવસે બને ત્યાં સુધી કોઇને પીળા રંગનું ટેડી ગિફ્ટમાં આપવું જોઇએ નહિં.


















































