વેલેન્ટાઈન્સ ડે વીકની શરૂઆત થઈ ગઈ છે. પ્રેમી પંખીડાઓ વેલેન્ટાઈન્સ ડેની આતુરતાથી રાહ જોતા હોય છે. કારણ કે પ્રેમી પંખીડાઓ માટે આ અઠવાડિયું ખુબ જ મહત્વનું હોય છે. આ અઠવાડિયું પ્રેમી પંખીડાઓ એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હોય છે. જેથી રોજ અલગ અલગ ડેની ઉજવણી કરતા હોય છે.

ત્યારે આજે અમે આપને જણાવીશું કે વેલેન્ટાઈન્સ ડે પર ચહેરા પર કેવી રીતે ગ્લો લાવશો. દરેક છોકરી પોતાના ચહેરા પર ગ્લો મેળવીને પોતાના બોયફ્રેન્ડ સામે સરસ દેખાવા પ્રયત્ન કરે છે. જેથી તે પાર્લરમાં પણ જાય છે. પણ તમને જણાવી દયે કે આજે અમે આપને કેટલીક ટિપ્સ વિશે જણાવીશું…
આ રીતે વાળની કેર કરો
– વેલેન્ટાઈન્સ ડે વીક પહેલા વાળને બરાબર વોશ કરીને કન્ડિશનરનો ઉપયોગ કરવો જેથી વાળ ચમકદાર બનશે…
– સ્પાથી વાળ અને સ્કીન બંનેને ફાયદો થાય છે. આ સાથે જ તમને આરામ મળશે. વાળમાં અલગ જ પ્રકારની ચમક આવશે.
– સીધા તડકાના સંપર્કમાં ન આવવું. કારણ કે તેનાથી વાળ અને તમારી સ્કીન બંને ખરાબ થશે.
ખીલની સમસ્યા દુર કરો
– ચહેરા પરના ખીલ અને ડાઘને દુર કરવા માટે ડર્મેટોલોજિસ્ટની સલાહ લો.
– ચહેરા પર બેસનનો પેસ્ટ લગાવો.
– હેરમાસ્કનો ઉપયોગ કરી વાળને ચમકદાર બનાવો.
સ્કિન અને હેર માટે
– સ્ક્રિન અને હેર સીરમનો ઉપયોગ કરવો. જેથી ત્વચા અને વાળને પોષણ મળે છે તેમજ ચમક આવે છે.
– એલોવેરા જેલનો ઉપયોગ ચહેરા અને વાળ બંને માટે કરવો.


















































