શિયાળાની ઋતુમાં ઘણી વખત સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ વધી જાય છે. જેમ કે સાંધાનો દુખાવો અથવા તો જુના ઘાનો દુખાવો થતો તે સામાન્ય વાત છે. જેને લઈને લોકો આ દુખાવાથી રાહત મેળવવા માટે લોકો અલગ અલગ પ્રકારની દવા લે છે જેમ કે પેઈન કિલર. જેના કારણે થોડીવાર આરામ મળે છે. પણ પછી તે લાંબા સમયે નુકસાન કરે છે.
d
એવામાં શું તમે પણ સાંધાના દુખાવા કે પીઠના દુખાવાથી પીડિત છો. તો આજે અમે આપને કેટલાક ઉપાયો કરવાથી તમને આ દુખાવામાથી રાહત મળી જશે…
લસણ
સાંધાના દુખાવામાં લસણ તમને ઘણી હદ સુધી રાહત આપે છે. કારણ કે લસણમાં વિટામિન એ, બી, સી, આયર્ન અને સલ્ફ્યુરિક એસિડ હોય છે. જે સાંધાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે.
હળદરવાળું દુધ
હળદરનું દૂધ સાંધાના દુખાવામાં પણ ખૂબ જ અસરકારક છે. હળદરવાળુ દુધ પીવાથી સાંધાના દુખાવાની સાથે સાથે શરીરના દુખાવાથી રાહત અપાવવામાં મદદરૂપ છે.
બદામ
બદામ પણ સાંધાના દુખાવામાં રાહત આપે છે. બદામમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. જે સોજા અને આર્થરાઈટિસને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.
પનીર
આ સાથે જ તમારા આહારમાં પનીર પણ એડ કરો. કારણ કે પનીર સાંધાના દુખાવામાં રાહત આપે છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન અને આયર્ન હોય છે. જેના કારણે હાડકા પણ મજબૂત થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.


















































