દિવસેને દિવસે માર્કેટમાં નવા સ્માર્ટફોન આવતા જાય છે. જો કે હવે તો ઘણા બઘા સ્માર્ટફોનમાં હેન્ડસફ્રી આવતા પણ બંધ થઇ ગયા છે. ક્યારે આપણાંથી એવી ભૂલ થઇ જતી હોય છે જેના કારણે આપણો ફોન પડી જાય અને ફોનની સ્ક્રીન તૂટી જાય. ફોનની સ્ક્રીન તૂટતાની સાથે જ આપણું અનેક કામ ખોરવાઇ જતુ હોય છે. આ સાથે જ મનમાં સતત ટેન્શન એ રહે છે કે બધો ડેટા તો જતો નહિં રહેને…પણ આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવીશું જે તમારા ફોનની સ્ક્રીન તૂટ્યા પછી તમારા ફોનને તમે ચલાવી શકશો.

- જ્યારે પણ ફોન તમારા હાથમાંથી પડે એટલે પહેલા એને લઇને જોઇ લો કે ફોન કેટલો ડેમેજ થયો છે.
- તમારી સ્ક્રિન તૂટી ગઇ છે તો તમે માઉસનો ઉપયોગ કરીને ફોનનો ઉપયોગ કરી શકો છે. આ માટે તમારે બીજું કંઇ કરવાનું નથી પરંતુ એક USB OTG adapter ખરીદવાનું રહેશે. હવે આ એડેપ્ટરમાં માઇક્રો યુએસબી અથવા Type C USB connections તમે લગાવી શકો છો. તમે આ રીતે માઉસથી કનેક્ટ કરીને ફોનનો ઉપયોગ કરી શકો છો.
- જ્યારે તમે માઉસથી ફોન કનેક્ટ કરો ત્યારે તમારા મોબાઇલ પર કર્સલ જોવા મળશે અને તમારું કામ સાવ સરળ થઇ જશે.
- આટલી પ્રોસેસ કર્યા પછી હવે તમે લેફ્ટ એન્ડ રાઇટથી તમે તમારું વર્ક આગળ કરી શકશો.
- માઉસની આ ટેકનીક જ્યારે તમારી સ્ક્રીન વધારે તૂટી ગઇ હશે ત્યારે કામ આવશે. આ સિવાય જો તમારો ફોન નથી ચાલી રહ્યો તો તમે કોઇ સારી દુકાને જઇને પણ ચેક કરાવી શકો છો.
- આમ જ્યારે સ્ક્રીન તૂટી જાય ત્યારે તમે આ ટેકનિકનો ઉપયોગ કરીને ફોનને ટેમ્પરરી ચાલુ કરી શકો છો.


















































